સુરતઃ જિલ્લાની મહાનગરપાલિકા દ્વારા પુન: રેપિડ ટેસ્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. શહેરના સાત હેલ્થ સેન્ટરો તથા ધનવંતરી રથ પર આ સુવિધા ઉભી કરવામાં આવી છે. રેપિડ ટેસ્ટ માટે ડીકેએમ હોસ્પિટલ, પાલ, કતારગામ, મગોબ, નાના વરાછા, પનાસ, બમરોલી, ન્યુ ડીંડોલી હેલ્થ સેન્ટરો તેમજ 24 ધનવંતરી રથ પર સગવડ ઉભી કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, સુરત ઉદ્યોગિક શહેર છે અને ફરીથી લોકડાઉન બાદ અનલોક એક અને બેમાં મોટી સંખ્યામાં શ્રમિકો સુરત આવ્યા છે.
સુરતમાં સુપર સ્પ્રેડરને શોધવા માટે રેપિડ ટેસ્ટની શરૂઆત - Coronavirus
સુરત મનપા દ્વારા ધનવંતરી રથ પર રેપિડ ટેસ્ટ શરુ કરવામાં આવ્યા છે. લોકોને હોસ્પિટલ સુધી જવું ન પડે તે માટે આ નિણર્ય લેવામાં આવ્યો છે. મનપા કમિશ્નર દ્વારા હોમ આઇસોલેશનના નિયમનો ભંગ કરનારાની માહિતી પ્રમુખો તથા કોઇપણ વ્યક્તિ પાલિકાને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
રેપિડ ટેસ્ટની શરૂઆત
આ સાથે સુપર સ્પ્રેડરને શોધવા માટે રેપિડ ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, હાલ સુરતમાં કોમ્યુનિટી સ્પ્રેડની સ્થિતિ નથી. હાલ શહેરમાં અનેક સ્થળો પર ભલે કોરોના કેસ વધ્યા હોય પરંતુ હાલની સ્થિતિમાં આંશિક લૉકડાઉન લગાવવા ઉપર કોઇ વિચારણા નથી.