ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજા

સુરતમાં સચિન વિસ્તારમાંથી આરોપી રાજા ભૈયા છોટેલાલ સોનગર ગત 29 સપ્ટેમ્બર 2020 ના રોજ સગીરાને ભગાડીને સતત એક અઠવાડિયા સુધી દુષ્કર્મ (Rape minor Girl in Surat) ગુજાર્યું હતું. નામદાર કોર્ટે આરોપીને 20 વર્ષની સજા (Accused sentenced to 20 years) સાંભળવામાં આવી છે.

સુરતમાં સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજા
સુરતમાં સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજા

By

Published : Sep 15, 2022, 3:31 PM IST

સુરત :સચિન વિસ્તારમાંથી આરોપી રાજા ભૈયા છોટેલાલ સોનગર 29 સપ્ટેમ્બર 2020 ના રોજ સગીરાને ભગાડી ગયો હતો. સતત એક અઠવાડિયા સુધી સગીરા પરદુષ્કર્મ (Rape minor Girl in Surat) કરનાર આરોપીને નામદાર કોર્ટે 20 વર્ષની સજા (Accused sentenced to 20 years) સાંભળવામાં આવી છે. આરોપી રાજા ભૈયા છોટેલાલ સોનગરને 50000 રૂપિયાનો દંડ પણ ફટકારમાં આવ્યો છે. નામદાર કોર્ટે સગીરાના પરિવારને એક લાખ રૂપિયાના વળતણની જાહેરાત કરવામાં આવી છે.

શું હતી ઘટના:સુરત શહેરમાં સચિન વિસ્તારમાં ગત 29 સપ્ટેમ્બર 2020 ના રોજ સગીરાને આરોપી રાજા ભૈયા છોટેલાલ સોનગર સુરતથી ઉત્તરપ્રદેશ ભગાડી ગયો હતો. આ પેહલા આરોપીએ સગીરા જોડે મિત્રતા કરી હતી અને ત્યારબાદ સગીરાના માતા પિતા કામ અર્થે બહાર જતા ત્યારે આરોપી સગીરાના ઘરે આવી સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. એક દિવસ આરોપીએ સગીરાને યુપી ભગાડી ગયો હતો.

સગીરા પર અઠવાડિયા સુધી ગુજાર્યું હતું દુષ્કર્મ :યુપીમાં આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ અઠવાડિયા સુધી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું અને સગીરાને મારમારવામાં પણ આવ્યો હતો. તો બીજી બાજું સગીરાના માતાએ આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હતી. પોલીસને તપાસ દરમિયાન આરોપી રાજા ભૈયા છોટેલાલ સોનગરની યુપીથી ધરપકડ કરી સગીરાને છોડાવી હતી.

સગીરાના પરિવારને એક લાખ રૂપિયાના વળતણની કરી જાહેરાત :સચિન પોલીસે આરોપી રાજા ભૈયા છોટેલાલ સોનગરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે નામદાર કોર્ટમાં 20 નવેમ્બરના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. આજ દિન સુધી આ મામલે કેસ ચાલ્યો હતો. નામદાર કોર્ટના એડિશનલ જજ ભારતકુમાર પુજારાએ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, આ આરોપીએ આ પ્રકારની ઘટનામાં સગીરાના ભોળાપન લાભ લઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. તમામ પ્રકારના પુરાવાઓ જોઈ આરોપીને 20 વર્ષની સખત કેદ તેં ઉપરાંત 50000 રૂપિયાનો દંડ પણ ફટકારમાં આવ્યો છે. નામદાર કોર્ટે સગીરાના પરિવારને એક લાખ રૂપિયાના વળતણની જાહેરાત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details