ગુજરાત

gujarat

ETV Bharat / city

Rape Cases In Gujarat: રાજ્યમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓને લઇને ગૃહપ્રધાને કરાવ્યો સર્વે, સામે આવ્યા 2 કારણો - બળાત્કારના આંકડા માટેના કારણો

ગુજરાતમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓ (Rape Cases In Gujarat) માટે રાજ્યના ગૃહપ્રધાને મોબાઇલમાં રહેલા અશ્વિલ વિડીયો અને સાહિત્યને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે જણાવ્યું કે દુષ્કર્મની ઘટનાઓ પર સર્વે કરાવ્યો તેમાં સામે આવ્યું છે કે દુષ્કર્મ માટે મોબાઇલ અને નજીકના સંબધી જવાબદાર હોય છે.

રાજ્યમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓને લઇ ગૃહપ્રધાને કરાવ્યો સર્વે, સામે આવ્યા 2 કારણો
રાજ્યમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓને લઇ ગૃહપ્રધાને કરાવ્યો સર્વે, સામે આવ્યા 2 કારણો

By

Published : Apr 2, 2022, 5:14 PM IST

સુરત: રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરત (Harsh Sanghavi In Surat) ખાતે દુષ્કર્મ મામલે સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં દુષ્કર્મની ઘટનામાં મોબાઈલમાં સહેલાઈથી મળી આવતું અશ્લિલ સાહિત્ય જવાબદાર છે. ગૃહપ્રધાને સુરતના સરથાણા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, તેઓએ દુષ્કર્મની ઘટનામાં સર્વે (Survey On Rape Incidents In Gujarat) કરાવ્યા છે જેમાં 2 જવાબદાર પરિબળો સામે આવ્યા છે. એક મોબાઈલ અને બીજું નજીકના જ સબંધી દુષ્કર્મ માટે જવાબદાર (reasons for rape statistics) છે.

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનામાં મોબાઈલમાં સહેલાઈથી મળી આવતું અશ્લિલ સાહિત્ય જવાબદાર.

આ પણ વાંચો:Assembly Election 2022: વિધાનસભા ચૂંટણીના પરિણામો પર ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા

સગો બાપ જ દુષ્કર્મ કરતો હોય તેવા અનેક કિસ્સાઓ- ઘણા કિસ્સાઓમાં સગો બાપ જ પોતાની દીકરી સાથે દુષ્કર્મ કરતો હોય તો એવા કિસ્સાને કાયદા-વ્યવસ્થા (Women Safety In Gujarat) સાથે કેવી રીતે જોડી શકાય. આવા કિસ્સાઓને સામાજિક પ્રશ્નોના સંદર્ભમાં લેવા જોઇએ. સમાજમાં આ પ્રકારની માનસિકતા કેવી રીતે ઊભી છે. તેના પર અધ્યયન કરવું જોઈએ. બાળકીઓ પરના કેસમાં મોટાભાગે પરિવારના નજીકના કે પાડોશીઓ જવાબદાર હોય છે.

આ પણ વાંચો:Chaitri Navratri 2022: ગૃહ પ્રધાને ચૈત્રી નવરાત્રીના પર્વે મંદિરે દર્શન કરી પ્રજાની શાંતિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરી

લોકોની વિકૃત માનસિકતાને કારણે આવી ઘટના બને છે- દુષ્કર્મની ઘટનાઓ પર ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, દુષ્કર્મ જેવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે, ત્યારે તેના માટે સીધો દોષ પોલીસ ઉપર નાંખવામાં આવે છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં પોલીસને દોષ આપવા કરતા સામાજિક રીતે લોકોની વિકૃત માનસિકતાને કારણે આ પ્રકારની ઘટના બનતી હોય છે. કોઈ નજીકનો જ વ્યક્તિ પોતાની આસપાસની દીકરી સાથે દુષ્કર્મ જેવી ઘટનાને અંજામ આપે તો તેને સ્વભાવિક રીતે જ સામાજિક દૂષણ કે, સામાજીક માનસિકતાનો પ્રશ્ન માની શકાય.

ABOUT THE AUTHOR

...view details