વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરત જિલ્લામાં વરસ્યો વરસાદ - Heavy rain
હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજરોજ પણ વાદળ છાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં ઘણી જગ્યાએ મેઘરાજા મહેરબાન થયા હતા
વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરત જિલ્લામાં વરસ્યો વરસાદ
By
Published : Sep 4, 2021, 2:24 PM IST
મેઘરાજા જુલાઈ ઓગસ્ટમાં શાંત રહ્યા બાદ સપ્ટેમ્બર મન મુકીને વરસ્યા
સુરત જિલ્લામાં મોટા ભાગના વિસ્તારમાં સારો વરસાદ
સારો વરસાદ વરસતા જગતનો તાત ગેલમાં
સુરત: રાજ્યમાં જુલાઈ અને ઓગસ્ટ મહીનામાં મેઘરાજા કઈ ખાસ મહેરબાન ન થતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો. ઓગસ્ટ પૂરો થઈ સપ્ટેમ્બર બેસતા મેઘરાજાની જાણે ફરી સવારી સુરત જિલ્લામાં આવી પહોંચી હતી.
સપ્ટેમ્બરમાં સારા વરસાદની આગાહી
સપ્ટેમ્બરની શરૂઆતથી જ સમગ્ર સુરત જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા એવામાં આજરોજ પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસવાનું શરૂ થયું હતું ,સુરત જિલ્લાના માંગરોળ,ઓલપાડ, માંડવી,કામરેજ,સહિતના તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થતા જગતનો તાત ગેલમાં આવી ગયો હતો. ઓગસ્ટમાં વરસાદની ઘટ રહ્યા બાદ હાલ હવામાન વિભાગ દ્વારા પણ સપ્ટેમ્બર મહિનામાં વરસાદની સારી આગાહી કરતા આ મહિને વરસાદની ઘટ પુરી થશેની સૌ કોઈને આશા બધાંણી હતી.
વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરત જિલ્લામાં વરસ્યો વરસાદ