ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં ખેડૂતોમાં વરસાદ આવ્યો ચિંતા લાવ્યોની સ્થિતિ - ઉમરપાડા

સામાન્ય રીતે વરસાદ એ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થતો હોય છે, પરંતુ સુરતમાં ખેડૂતોને વરસાદથી જ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે, હવામાન વિભાગે સુરતમાં 8 અને 9 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી હતી. અને કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે તેવું કહ્યું હતું. હવામાન ખાતાની આ આગાહી સાચી પડતા ઉમરપાડા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે.

સુરતમાં ખેડૂતોમાં વરસાદ આવ્યો ચિંતા લાવ્યોની સ્થિતિ
સુરતમાં ખેડૂતોમાં વરસાદ આવ્યો ચિંતા લાવ્યોની સ્થિતિ

By

Published : Jan 12, 2021, 9:34 AM IST

  • સુરતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયું નુકસાન
  • ખેડૂતોના શાકભાજી, ચણા, બાજરી જેવા પાક ધોવાયા
  • હજી બે દિવસ માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં
સુરતમાં ખેડૂતોમાં વરસાદ આવ્યો ચિંતા લાવ્યોની સ્થિતિ

સુરતઃ સુરતના ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. વરસાદના કારણે શાકભાજી, ઘાસચારો, ચણા, બાજરી જેવા પાકને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. જોકે, હજી પણ બે દિવસ માવઠાની આગાહી હોવાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ખેડૂતોમાં 'વરસાદ આવ્યો ચિંતા લાવ્યો' જેવી સ્થિતિ

એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ બર્ડ ફ્લૂ જિલ્લામાં માથું ઊંચકી રહ્યો છે. આવા સમયે રોજગારીનું સાધન એટલે ખેતી અને પશુ પાલન પણ એ પણ કુદરતને મંજુર નથી. કેમકે હવામાનમાં આવેલા ફેરફારના પગલે દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદી માવઠા થયા, જેમાં સુરતના ઉમરપાડા તાલુકામાં બે દિવસ પડેલા માવઠામાં ખેડૂતોએ એકત્રિત કરેલો પશુ ઘાસચારો પલળી ગયો હતો. સાથે ચણા, બાજરી, કપાસ, જેવા પાકને પણ કમોસમી વરસાદથી નુકસાન થવા પામ્યું છે. સાથે આંબા પાર આવેલા મોરને પણ નુકસાન થયું છે. વરસાદથી ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો સરકાર પાસે માવઠાથી થયેલ નુકસાનનું વળતરની માંગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details