- રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાષણ દરમિયાન ત્યાં વીડિયોગ્રાફર હતો કે નહીં તે અંગેની જાણ નથી
- સુરત એરપોર્ટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું ગુજરાત કોંગ્રેસનાં નેતાઓએ સ્વાગત કર્યું
- આ કેસમાં ફરીયાદી પુર્ણેશ મોદીએ વધુ એક અરજી દાખલ કરી છે
સુરત : ગત લોકસભાની ચુંટણી દરમિયાન મોદી અટકને લઈને રાહુલ ગાંધી(Congress leader Rahul Gandhi) એ ટીપ્પણી કરી હતી. જેને લઈને પશ્ચિમનાં ધારાસભ્ય અને હાલમાં પ્રધાન બનેલા પૂર્ણેશ મોદી(Purnesh Modi)એ સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi) વિરુદ્ધ માનહાનીનો કેસ કર્યો હતો. આ કેસમાં અગાઉ રાહુલ ગાંધી બે વખત હાજર રહી ચૂક્યો છે. આજે 3:15 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી(Congress leader Rahul Gandhi) સુરત એરપોર્ટ પર આવી પહોચ્યાં હતા. સુરત એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે આજે ત્રીજી વખત બે સાક્ષીઓનાં નિવેદન બાદ રાહુલ ગાંધીએ પોતાનું ફર્ધર સ્ટેટમેન્ટ આપવાં માટે સુરતની કોર્ટમાં(Court) હાજર થયાં હતા. આ કેસમાં ફરીયાદી પુર્ણેશ મોદી(Purnesh Modi)એ વધુ એક અરજી દાખલ કરી છે. જેની સુનાવણી આવતી કાલે કોર્ટમાં થશે જો કે આ સુનાવણીમાં રાહુલ ગાંધી હાજર રહેશે નહી.
હાઇકોર્ટ જવાની પણ તૈયારી
પૂર્ણેશ મોદી(Purnesh Modi)ના વકીલ વી.બી રાઠોડે(Lawyer VB Rathore) જણાવ્યું હતું કે, હાઇકોર્ટ(High Court)નાં આદેશ બાદ ચીફ કોર્ટમાં કોલારનાં ચૂંટણી પંચના અધિકારી અને વીડિયોગ્રાફર દ્વારા સુરત ચીફ કોર્ટમાં નિવેદન આપવામાં આવ્યું હતું. આજે તેમની તરફથી વધુ એક અરજી ચીફ કોર્ટમાં કરવામાં આવી છે જેમાં માંગ કરાઇ છે કે આ કેસમાં વધુ એક સાક્ષીનું નિવેદન લેવામાં આવે જે અંગેની સુનાવણી શનિવારના રોજ થશે. જો કોર્ટ તરફથી આ સાથેના નિવેદનને લઈ આદેશ આપવામાં ન આવે તો તેઓએ હાઇકોર્ટ જવાની પણ તૈયારી બતાવી છે.