સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ કે જ્યાં ઘટના બની હતી, તે જ સ્થળે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાવીસ મૃતકોના પરિવારઓ હાજર રહ્યા હતા. જ્યાં આશરે એક હજારની જનમેદની ઉપસ્થિત રહી હતી અને મૃતક વિધાર્થીઓની આત્માને શાંતિ મળે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં બાવીસ મૃતક વિધાર્થીઓની તસવીરો પર પુષ્પ ચઢાવી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જે પરિવારે પોતાના વ્હાલસોયા દીકરા-દીકરી ગુમાવ્યા તે માતા-પિતા પણ આ શોક પ્રસંગમાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં માતા-પિતાની આંખો અશ્રુભીની જોવા મળી હતી.
સુરત અગ્નિકાંડઃ કાળને ભેટેલા તમામ વિધાર્થીઓની આત્માની શાંતિ માટે અનોખી મહા-આરતી - sur
સુરત : સરથાણા વિસ્તારમાં સર્જાયેલી તક્ષશિલા અગ્નિકાંડ ઘટના હજી લોકો ભૂલી શક્યા નથી. ખાસ તે લોકો જેણે પોતાના વ્હાલસોયા દીકરા અને દીકરી ગુમાવ્યા છે. આ ઘટનામાં કાળને ભેટેલા તમામ માસુમ વિધાર્થીઓની આત્માને શાંતિ મળી રહે તે માટે સુરતના સરથાણા વિસ્તારમાં ભજન-ડાયરા સહિત મહા-આરતીનું આયોજન કરાયું હતું. જ્યાં હાજર મોટી સંખ્યામાં લોકોએ પોતાની મોબાઈલ ટોર્ચથી આરતી કરી મૃતક વિધાર્થીઓની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
અગ્નિકાંડમાં કાળને ભેટેલા તમામ વિધાર્થીઓની આત્માની શાંતિ માટે કરાય અનોખી રીતે મહા-આરતી
પોતાના પરિવારનો ચિરાગ ગુમાવવાનું એક પરિવારને કેટલું દુઃખ થયું છે તેની કાર્યક્રમમાં હાજર રહેલા માતા-પિતાની આંખોમાંથી નીકળતા અશ્રુ સાબિતી પુરી પાડે છે. આ ઘટનાથી સમગ્ર રાજ્ય અને દેશભરના લોકો હચમચી ઉઠ્યા છે ત્યારે મૃતક પરિવાર પ્રત્યે સંવેદના દાખવવા અન્ય લોકો પણ દુઃખમાં સહભાગી બન્યા હતા. જ્યાં હાજર લોકોએ મહાઆરતી વેળાએ પોતાના મોબાઈલ ટોર્ચથી આરતી કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું.