ગુજરાત

gujarat

ETV Bharat / city

અગ્નીકાંડને લઈ હજુ પણ લોકોમાં રોષ યથાવત, રક્તથી લખ્યું આવેદનપત્ર - blood letter

સુરત :તક્ષશિલા આર્કેડની આગને લઈ રોષ લોકોમાં હજી પણ યથાવત છે. 22 માસુમોના મોતને લઈ લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ છે. યુવાનોએ પોતાના રક્તથી મુખ્યપ્રધાન, મુખ્યસચિવ, સુરત કલેકટર અને સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર લખ્યું છે.

અગ્નીકાંડને લઈ હજુ પણ લોકોમાં રોષ યથાવત

By

Published : Jun 7, 2019, 2:56 PM IST

તક્ષશિલા આર્કેડની ઘટનામાં મૃતકોના પરિવાર ક્ષતી જણાતી હોય તે માટે નિષ્પક્ષ તપાસ કરી ન્યાય આપવાની રક્તપત્ર થકી માંગ કરી રહ્યા છે. યુવાઓએ મોઢે કાળી પટ્ટી બાંધી પોતાના લોહીથી રક્તપત્ર લખી આવેદનપત્ર બનાવામાં આવ્યું હતું જેમાં મનપા,ફાયર વિભાગ અને ડિજીવીસીએલના અધિકારીઓ સામે કડકથી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

અગ્નીકાંડને લઈ હજુ પણ લોકોમાં રોષ યથાવત

આ સાથે તક્ષશિલા આર્કેડના પાયા ખોદાવાની સાથે બિલ્ડીંગ ઉભું થયું ત્યાં સુધીના તમામ જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. તો યુવાનોએ મોઢે કાળી પટ્ટી બાંધી તંત્ર સામે શાંતિપૂર્વક વિરોધ નોંધાવ્યો હતો. મહત્વનુ છે કે ,અત્યાર સુધી ફક્ત નાના કર્મચારીઓ સામે જ કાર્યવાહી કરવામાં આવી હોવાનો પણ રક્તપત્ર માં ઉલ્લેખ કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details