ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતઃ રો-પેક્સ ફેરી સર્વિસનું આજે વડાપ્રધાન મોદી કરશે ઇ-લોકાર્પણ - Union Minister Mansukh Mandvia

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સુરતના હજીરા પોર્ટ ખાતે સવારે 11 વાગ્યે હજીરા થી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે અને નવનિર્મિત રો-રો ટર્મિનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, રાજયના પ્રધાનો, ધારાસભ્યો સહિતનાઓ ઉપસ્થિત રહેશે.

રો-પેક્સ ફેરી સર્વિસનું આજે વડાપ્રધાન મોદી કરશે ઇ-લોકાર્પણ
રો-પેક્સ ફેરી સર્વિસનું આજે વડાપ્રધાન મોદી કરશે ઇ-લોકાર્પણ

By

Published : Nov 8, 2020, 2:41 AM IST

  • રો-પેક્સ ફેરી સર્વિસનું વડાપ્રધાન કરશે ઇ-લોકાર્પણ
  • હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાની થશે શરૂઆત
  • ઇ-લોકાર્પણની પૂર્વ સંધ્યાએ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ લીધી મુલાકાત

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સુરતના હજીરા પોર્ટ ખાતે સવારે 11 વાગ્યે હજીરા થી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે અને નવનિર્મિત રો-રો ટર્મિનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રીઓ માટે આ ફેરી સેવા વડાપ્રધાન તરફથી દિવાળીની ભેટ સાબિત થશે. રો રો ફેરીના ઉદ્ઘાટન પૂર્વ સંધ્યાએ કેન્દ્રીય પ્રધાને રો રો પેક્સની મુલાકાત લીધી હતી. રો રો પેક્સને વિવિધ લાઇટિંગથી શણગારવામાં આવી હતી.

પબ્લિક ટ્રાન્સપોર્ટ નહીં પરંતુ વ્યવસાય માટે પણ આ ફાયદાકારક

રો-પેક્સની મુલાકાત દરમિયાન કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, રવિવારે વડાપ્રધાન સુરત અને સીરાષ્ટ્રને જોડતી રો-પેક્સ ફેરીનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. આ રો-પેક્સ ફેરીની ક્ષમતા 500 પેસેન્જર અને 35 ટ્રક લઇ જવાની, 100 ફોર વ્હીલ અને 250 ટૂ વ્હીલ લઈ જવાની છે. આ રો-પેક્સ ફેરી શરૂ થવાથી સુરતથી ભાવનગરનું અતર જે પહેલા 370 કિ.મી થતું હતું તે 60 નોટિકલ માઇલ થઈ જશે. સીધા ઘોઘા પોર્ટ પર પહોંચી શકાશે. રોપેક્સ હોવાથી સૌરાષ્ટ્રના 20 લાખ લોકો વ્યવસાય અર્થે અત્યારે સુરત રહે છે. પરંતુ તેમનો વ્યવસાય, ખેતીવાડી અને પોતાના પરિવારજનો સૌરાષ્ટ્રમાં રહેતા હોવાથી તેઓ સામાજિક પ્રસંગે તેમજ ખેતીવાડીના કામથી તેઓ સૌરાષ્ટ્ર જતા હોય છે. સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચે રોજ 5000 થી વધુ બસ આવન જાવન કરે છે. તેમને 10 થી 12 કલાક લાગે છે. હવે રો-પેક્સ ફેરી શરૂ થવાથી તે સમય ઘટી જશે. માત્ર પબ્લિક ટ્રાન્સપોર્ટ નહીં પરંતુ વ્યવસાય માટે પણ આ ફાયદાકારક છે.

દેશના સમુદ્ર તટ પર 7500 કિ.મી. દરિયામાં 34 ડેસ્ટિનેશન નક્કી કર્યા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમેં સુરતને સૌરાષ્ટ્ર સાથે જોડી રહ્યા છે. આગામી દિવસમાં અમે દીવને જોડવાનો વિચાર કરી રહ્યા છીએ. પીપાવા પર આ માટે કામ ચાલુ થશે. મુંબઈ પોર્ટ પર આ પ્રકારની રોરો ફેરી ચાલી શકે એના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. દેશના સમુદ્ર તટ પર 7500 કિ.મી. દરિયામાં 34 ડેસ્ટિનેશન નક્કી કર્યા છે, જ્યાં આગામી 12 મહિનામાં અમે આ પ્રકારની રોરો પેક્સ શરૂ કરી રહ્યાં છીએ.

રો-પેક્સ ફેરી સર્વિસનું આજે વડાપ્રધાન મોદી કરશે ઇ-લોકાર્પણ

ABOUT THE AUTHOR

...view details