- ફ્રાન્સના ચર્ચ પર આતંકવાદી હુમલાની ઘટના
- પયગંબરનું કાર્ટૂન બનાવવા બદલ ફ્રાન્સમાં એક શિક્ષકની હત્યા
- ફ્રેન્ચ રાષ્ટ્રપ્રમુખ મેક્રોને આ ઘટનાને ‘ઈસ્લામિક આતંકી હુમલો’ ગણાવ્યો
સુરત : મેગેઝિન ચાર્લી હેબ્ડો દ્વારા વિવાદિત કાર્ટુન મામલે ફ્રાન્સ સરકાર વિરુદ્ધ અનેક દેશોમાં લઘુમતી સમાજ દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ ભોપાલ, મુંબઇ બાદ હવે સુરતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સુરતના અઠવા વિસ્તારમાં અનેક રસ્તાઓ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને તેના પરથી વાહનો પસાર થઈ રહ્યા હતા.
નાનપુરા અને ડચ ગાર્ડન વિસ્તારના રોડ પર આ પોસ્ટરો લગાડવામાં આવ્યા
મુંબઈના રસ્તાઓ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. તે જ રીતે સુરતના અઠવા વિસ્તારમાં પોસ્ટર રસ્તાઓમાં લગાવવામાં આવ્યા હતા. નાનપુરા અને ડચ ગાર્ડન વિસ્તારના રોડ પર આ પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા.
ફ્રાન્સના રાષ્ટ્રપતિના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ પ્રદર્શનની જ્વાળા ભારતમાં પહોંચી
દુનિયાના અનેક દેશોમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ પ્રદર્શનની જ્વાળા ભારતમાં પણ પહોંચી ગઈ છે. એક તરફ ભોપાલમાં મુસ્લિમ લોકોએ મોટી રેલીના માધ્યમથી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને બીજી તરફ મુંબઈમાં પણ રોડ પર તેમના પોસ્ટર ચોંટાવી દેવામાં આવ્યા હતા.
અઠવા વિસ્તારમાં મોબ લીન્ચિંગની રેલી પણ કાઢવામાં આવી હતી
ગુજરાતમાં વડોદરા બાદ સુરતના લઘુમતી વિસ્તારમાં આ પોસ્ટર રોડ પર જોવા મળ્યા હતા. લઘુમતી કોમની ધાર્મિક લાગણી દૂભાઇ હોવાના કારણે સુરતના અઠવા વિસ્તારમાં શહેરમાં ફ્રાન્સ વિરોધી સ્ટિકર રોડ પર લગાવવામાં આવ્યા હતા. આજ વિસ્તારમાં આ અગાઉ મોબ લિન્ચિંગની રેલી પણ યોજવામાં આવી હતી. જે હિંસક બની ગઈ હતી.
ફ્રાન્સમાં મોહમ્મદ પયગંબરના કાર્ટૂનને લઈને મુસ્લિમ બહુમતી ધરાવતા 10થી વધુ દેશમાં ગુસ્સો વધી રહ્યો છે. ત્યારે ફ્રાન્સની હિંસાના પડઘા હવે વડોદરા શહેરમાં પણ પડ્યા છે.
- 9 દેશો કરી રહ્યા છે ફ્રાન્સની ચીજ વસ્તુઓનો બહિષ્કાર
પયગંબર મોહમ્મદના કાર્ટૂનને લઈને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં ગુસ્સો વધી રહ્યો છે. સૌથી પહેલાં તૂર્કીએ આ મામલામાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનના નિવેદનની ટીકા કરી હતી. ત્યાર બાદ સાઉદી અરબ, કતાર, જોર્ડન, લિબિયા, સીરિયા, કુવૈત અને પેલેસ્ટાઈને પણ ફ્રાન્સની ચીજવસ્તુઓનો બહિષ્કાર શરૂ કર્યો હતો. જે બાદ હવે પાકિસ્તાન અને ઈરાનની સાંસદે ફ્રાન્સ વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારે હવે ભારતમાં પણ તેનો વિરોધ શરૂ થયો છે. શુક્રવારે વડોદરા શહેરના રાવપુરા અને મચ્છીપીઠના નવાબવાડા વિસ્તારમાં ફ્રાન્સ વિરોધી પોસ્ટર લાગ્યા છે.
- પયગંબરનું કાર્ટૂન બનાવવા બદલ ફ્રાન્સમાં એક શિક્ષકની હત્યા
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ પયગંબરનું કાર્ટૂન બતાવવા બદલ ફ્રાન્સમાં એક શિક્ષકની હત્યા થઈ હતી. જે બાદ ફ્રાન્સમાં મોટા પાયે દેખાવો થયા હતા. આ દરમિયાન ફ્રેન્ચ રાષ્ટ્રપ્રમુખ મેક્રોને આ ઘટનાને ‘ઈસ્લામિક આતંકી હુમલો’ ગણાવ્યો હતો. તેમને કટ્ટરવાદી ઈસ્લામિક સંગઠનો સામે આકરી કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી.