ગુજરાત

gujarat

ETV Bharat / city

હીના ચડી ડ્રગ્સના રવાડે, ડાયમંડનગરીમાં ડીલેવરી - સુરતમાં ક્રાઈમ કેસ

સુરત શહેરમાં ડ્રગ્સની ડીલેવરી કરતી બે મહિલા (Drugs case in Surat) ઝડપાતા ચકચાર મચી ગઈ છે. પોલીસ આ બંને મહિલાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. drug delivering women arresting in surat

શહેરમાં ડ્રગ્સની ડીલેવરી કરતી બે મહિલાને પોલીસે પકડી પાડી
શહેરમાં ડ્રગ્સની ડીલેવરી કરતી બે મહિલાને પોલીસે પકડી પાડી

By

Published : Sep 5, 2022, 4:13 PM IST

સુરતરાજ્યમાં દારુ, ડ્રગ્સની આયાત નિકાસ હજુ પણ દિવસેને દિવસે (Drugs case in Surat) વધી જાય છે. ડ્રગ્સ માફિયાઓ ગુજરાતનો દરિયો તો નથી છોડતા પરંતુ હવે ગુજરાતમાં ગમેે તેમ કરીને ડ્રગ્સનો કારોબાર બેફામ વધારી રહ્યા છે. તો તરફ પોલીસ પણ ચુસ્ત નજર રાખી રહી છે. ત્યારે સુરતક્રાઈમ બ્રાન્ચ પોલીસે MD ડ્રગ્સના જથ્થા સાથે બે મહિલાઓને ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે. આ બંને મહિલાઓ ગુજરાતમાં ડ્રગ્સની ડીલેવરી કરતી હતી તેવું જાણવા મળી રહ્યું છે. (Surat Drugs news)

શહેરમાં ડ્રગ્સની ડીલેવરી કરતી બે મહિલાને પોલીસે પકડી પાડી

કેવી રીતે પકડાઈ મહિલાઓ મળતી માહિતી અનુસાર DCB પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, મુંબઈથી બે મહિલાઓ ટ્રેન મારફતે સુરત આવી છે અને તેઓ ડ્રગ્સની ડીલવરી સુરતમાં આપનાર છે. બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી લીનીયર બસ સ્ટેન્ડ પાસેથી હીના શૌકત અલી મુમતાઝ અહેમદ શેખ અને હશમત ઈરફાન અલીમ સૈયદને ઝડપી પાડી હતી. (Crime case in Surat)

ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીપોલીસે બંને મહિલાઓ પાસેથી 20.90 લાખની કિંમતનો 209.09 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો તેમજ બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા. આ મામલે DCB પોલીસે બંને મહિલાઓની ધરપકડ કરી હતી અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દ્વારકા, મોરબી, સુરત સહિત અનેક વિસ્તારોમાં ડ્રગ્સની માફિયાઓની હેરાફેરી વધી ગઈ છે. જોકે, આ બાબતે હવે પોલીસ પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને કડક કાર્યવાહી કરે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફતેહવાડી કેનાલ પાસેથી ડ્રગ પેડલર શાહરૂખાન પઠાણની ધરપકડ કરી હતી. જે ડ્રગ કેસમાં કુલ અઢાર લાખનું MD ડ્રગ અને એક ફોર વ્હીલર ગાડી સહિત કુલ 21 લાખના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરાઇ હતી. drug delivering women arresting in surat, MD Drugs Seized in Surat

ABOUT THE AUTHOR

...view details