ગુજરાત

gujarat

ETV Bharat / city

25 કરોડની નકલી નોટના તાર સૌરાષ્ટ્રમાં નીકળ્યા, બે વોન્ટેડ

સુરત એમ્બ્યુલન્સમાં બનાવટી નોટોનું પગેરું (fake currency Surat) સૌરાષ્ટ્રમાં નીકળ્યું છે. જેને લઈને પોલીસ તપાસ કરતા વધુની નોટો જપ્ત કરી છે. તેમજ ત્રણ શખ્સોની અટકાયત અને બે ને વોન્ટેડ જાહેર કર્યા છે. (fake currency Surat ambulances)

25 કરોડની નકલી ચલણી નોટોના તાર સૌરાષ્ટ્રમાં નીકળ્યા, બે વોન્ટેડ
25 કરોડની નકલી ચલણી નોટોના તાર સૌરાષ્ટ્રમાં નીકળ્યા, બે વોન્ટેડ

By

Published : Oct 3, 2022, 3:49 PM IST

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામ પાસેથી એમ્બ્યુલન્સમાં (fake currency news) ઝડપાયેલી બનાવટી નોટોનું પગેરું સૌરાષ્ટ્રમાં નીકળ્યું છે. જેને લઈને પોલીસે તપાસ કરતા વધુ રૂપિયાની બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે. તો આ સાથે કામરેજ પોલીસે હાલ ત્રણ શખ્સોને ઝડપી લીધા છે તેમજ બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. (fake currency surat)

સુરતમાં બનાવટી નોટોનું પગેરું સૌરાષ્ટ્રમાં નીકળ્યું, ત્રણની ધરપકડ, બે વોન્ટેડ

શું હતો બનાવ ગત તારીખ 29 સપ્ટેમ્બર 2022 રોજ કામરેજ પોલીસે ચોક્કસ બાતમીના આધારે નવી પારડી ગામ પાસેથી એક એમ્બ્યુલન્સ ઝડપી લીધી હતી. જે એમ્બ્યુલન્સ ચેક કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એમ્બ્યુલન્સમાંથી મળી આવેલી છ પતરાની પેટી માંથી પોલીસને 2000ના દરની નોટના 1290 બંડલ મળી આવ્યા હતા. જે બંડલ ગણતરી કરતાં ટોટલ 25,80,000 હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે એક એમ્બ્યુલન્સ ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (indian currency fake notes)

બનાવટી નોટો

તપાસમાં નોટો નકલી હોવાનું જાણવા મળ્યુંકામરેજ પોલીસે 2000ના દરની નોટો જપ્ત કરી નોટો નકલી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ નોટો પર મુવી શૂટિંગ માટે રૂપિયા હોવાનું લખાણ મળી આવ્યું હતું. રિઝર્વ બેન્કની જગ્યાએ રિવર્સ બેંકનું લખાણ મળી આવ્યું હતું. ઝડપાયેલા આરોપી પણ સતત મૂવીના શૂટિંગ માટે નોટો હોવાનું રટણ કરી રહ્યો હતો. (fake currency Surat ambulances)

કામરેજ પોલીસ રાતમાં સૌરાષ્ટ્ર પહોંચી સુરત ગ્રામ્ય DYSP બી.કે. વનાર તેમજ PI R.B. ભટોળ દ્વારા ઊંડી તપાસ હાથ ધરતા અને ઝડપાયેલા એમ્બ્યુલન્સ ચાલકની કડક પૂછપરછ કરતાં તેઓએ પોતાના વતન મોટાવટના વાડામાં નોટો સંતાડી હોવાનું મળ્યું હતું. જેને લઈને કામરેજ પોલીસ તાત્કાલિક આરોપીના વતનમાં પહોંચી હતી અને તપાસ કરતા પોલીસને વધુ 2000,500ના દરની 52,74,04,000ના અંકિત મૂલ્યની બનાવટી નોટો પતરાની પેટીઓમાં ઘાસ નીચે સંતાડેલી મળી આવી હતી. (Surat Ambulance Rupees Manipulation)

ત્રણની ધરપકડ, બે વોન્ટેડ

પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી બે ને વોન્ટેડકામરેજ પોલીસે હાલ ત્રણ શખ્સોને ઝડપી લીધા છે તેમજ બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. 2000 અને 500ના દરની ટોટલ 100 કરોડ રૂપિયાની બનાવટી નોટો હોવાનું પોતે જાણતા હોવા છતાં મેળવી, ખરીદી ગુનાહિત ઇરાદાથી નોટો રાખવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (Surat 25 crore fake note)

પોલીસની તપાસ હાલ કામરેજ પોલીસ દ્વારા શખ્સો બનાવટી ચલણી નોટો ક્યાંથી લાવ્યા? શું હેતું માટે લાવ્યા હતા? કોના માધ્યમથી લાગ્યા હતા? કઈ જગ્યાએ અને કોના દ્વારા પ્રિન્ટ કરવામાં આવી હતી. તેમજ અન્ય વધુ કેટલાશખ્સોની સંડોવણીછે. આ ઉપરાંત અન્ય કઈ કઈ જગ્યાએ આ બનાવટી ચલણી નોટોનો જથ્થો ઘુસાડવામાં આવ્યો છે. ઝડપાલ આરોપીઓએ બનાવટી નોટો ક્યાં ક્યાં વટાવેલી છે. તેમજ રિકવર કરવાનો બાકીનો બનાવટ ચલણી નોટોનો જથ્થો કોઈ જગ્યાએ સંતાડી રાખ્યો છે કે નહીં તે દિશામાં વધુ તપાસ કરવામાં આવી છે. (surat fake currency case)

પોલીસે 5.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હાલ તો કામરેજ પોલીસ દ્વારા 25 પતરાની પેટી, બનાવટી ચલણી નોટો, એમ્બ્યુલન્સ, ચાર મોબાઈલ, એક લેપટોપ મળી ટોટલ 5.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. (fake note ambulance in Surat)

ABOUT THE AUTHOR

...view details