ગુજરાત

gujarat

ETV Bharat / city

પોલીસે ડુંગર ખોદયો અને નીકળ્યો ઉંદર, એમ્બ્યુલન્સના પાછલા દરવાજે 25 કરોડ - નકલી ચલણ સુરત એમ્બ્યુલન્સ

સુરત પોલીસે 25 કરોડની ભારતીય ચલણની નકલી નોટો સાથે (fake currency Surat) શખ્સને પકડી પાડ્યો છે. દીકરી એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં ભારતીય ચલણની નકલી નોટ પકડાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ વિગતવાર. (fake currency Surat ambulances)

પોલીસે ડુંગર ખોદયો અને નીકળ્યો ઉંદર, એમ્બ્યુલન્સના પાછલા દરવાજે 25 કરોડ
પોલીસે ડુંગર ખોદયો અને નીકળ્યો ઉંદર, એમ્બ્યુલન્સના પાછલા દરવાજે 25 કરોડ

By

Published : Oct 1, 2022, 4:33 PM IST

સુરત કામરેજ પોલીસે ડુંગર ખોદયો અને નીકળ્યો ઉંદર જેવા ઘાટ (fake currency news) સર્જાયા છે. ભારતીય ચલણની નકલી નોટ ઘુસાડાઈ રહી હોવાની બાતમીના આધારે નોટો તો ઝડપી પાડી, પરંતુ સિનેમાના ઉપયોગમાં લેવામાં આવતી નોટ નીકળતા પોલીસે અન્ય દિશામાં તપાસ શરૂ કરી છે. આ નોટોની ગણતરી કરતા 25 કરોડથી વધુની કિંમત થાય છે. (fake currency surat)

એમ્બ્યુલન્સના પાછલા દરવાજે 25 કરોડ, પોલીસ લાગી તપાસમાં

શું હતો મામલો કામરેજ પોલીસને બાતમી મળતા PI આર.બી ભટોળે સ્ટાફ સાથે નેશનલ હાઇવે 48, નવી પારડી ગામ પાસેથી એક એમ્બ્યુલન્સ ઝડપી પાડી હતી. દીકરી એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એમ્બ્યુલન્સમાં લોખંડની પેટીમાં 2000ના દરની ચલણી નોટો ભરેલી હતી. પોલીસે ગણતરી કરતા કુલ 1290 જેટલા બંડલ થતા હતા. જેની કુલ કિંમત 25.80 કરોડ થાય છે. (indian currency fake notes)

પોલીસે એમ્બ્યુલન્સના ડ્રાઇવરની પૂછપરછ હાથ ધરીઆ ઘટનાને લઈને પોલીસે એમ્બ્યુલન્સના ડ્રાઈવર જામનગરના હિતેશ (fake currency Surat ambulances) કોટડીયાની પૂછપરછ કરતા અને ચલણી નોટ ચેક કરતા આ નોટ સિનેમાના ઉપયોગમાં લેવા માટે માત્ર નોટ પર લખાણ મળી આવ્યું હતું. આ ઉપરાંત રિઝર્વ બેન્કમાં સ્થાને રિવર્શ બેન્ક લખાણ પણ મળી આવ્યું હતું. જોકે પોલીસે ઝડપી પાડેલી શંકાસ્પદ નકલી નોટ અને શંકાસ્પદ શખ્સ હિતેશ કોટડીયાની પૂછપરછ કરી રહી છે. (Surat 25 crore fake note)

પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યોશંકાસ્પદ ડ્રાઇવર હિતેશ કોટડીયાએ આ નકલી ચલણી નોટો સુરતના એક શખ્સ પાસેથી જ લીધી હતી. ત્યારબાદ દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની રાજકોટ ઓફિસ લઈ ગયો હતો. જ્યાં ફરીથી સુરત લઈને આવી રહ્યો હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળતા શંકાને આધારે હાલ પોલીસે હિતેશને 41 વન ડી મુજબ ગુનો નોંધી અટકાયત કરી છે. (Surat Ambulance Rupees Manipulation)

કામરેજ પોલીસે ઊંડી તપાસ હાથ ધરી પોલીસ હાલ ઘટનાને લઇ અનેક દિશામાં તપાસ કરી રહી છે અને પોલીસના મનમાં પણ અનેક સવાલ થઈ રહ્યા છે. જેમાં નોટો લાવવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો ?, બીજું કે આ રીતની ચલણી નોટો છાપી શકાય કે કેમ ? કોઈ સાથે છેતરપિંડી કરવા માટે તો નોટનો ઉપયોગ થવાનો હતો કે કેમ ? જેવા અનેક મુદ્દાઓ પર પોલીસ હાલ તપાસ કરી રહી છે. ઉપરાંત પોલીસ દ્વારા રિઝર્વ બેન્કમાં અધિકારીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. (fake note ambulance in Surat)

હિતેશ કોટડીયા જાતે ટ્રસ્ટના ટ્રસ્ટી અને સ્થાપક ડ્રાઇવર હિતેશ કોટડીયા જાતે જ દીકરી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સ્થાપક છે. વર્ષ 2017માં તેમના દ્વારા આ ટ્રસ્ટ શરૂ કરવામાં આવ્યું હતું. હિતેશ કોટડીયાના જણાવ્યા અનુસાર કોઈ વેબ સિરીઝના શૂટિંગ માટે આ નોટ લાવવામાં આવી હતી. પરંતુ વેબ સિરિઝના શૂટિંગ માટે કોઈ લોકેશન કે કોઈ પ્રોડ્યુસર ડાયરેક્ટર આ બાબતે જવાબ આપી શક્યા નથી. ત્યારે હાલ પોલીસ સમગ્ર મામલે સઘન તપાસ કરી રહી છે. (surat fake currency case)

ABOUT THE AUTHOR

...view details