ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત: 18 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી કરશે મેટ્રો રેલનું વર્ચુઅલ ખાતમુહૂર્ત - Municipal elections

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થાય અને અચાર સંહિતા લાગુ પડે તે પહેલાં 18 જાન્યુઆરીએ સુરતમાં મેટ્રો ફેઝ-1નું વડાપ્રધાન મોદી વર્ચુઅલ ખાતમુહૂર્ત કરશે. જોકે અત્યાર સુધી આ પ્રોજેક્ટમાં બંને ફેઝમાં આવતા 16000 ચોરસ મીટરથી પણ વધુ જમીનની સંપાદન પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. ટૂંક સમયમાં આ જમીન સંપાદનની પ્રક્રિયા પણ સુરત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે. હાલ સર્વે અને ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.

સુરત મેટ્રો
સુરત મેટ્રો

By

Published : Jan 8, 2021, 7:40 PM IST

  • 18 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી કરશે સુરત મેટ્રો રેલનું વર્ચુઅલ ખાતમુહૂર્ત
  • મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં કરાશે ખાતમુહૂર્ત
  • સર્વે અને ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી

સુરત: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થાય અને અચાર સંહિતા લાગુ પડે તે પહેલાં 18 જાન્યુઆરીએ સુરતમાં મેટ્રો ફેઝ-1નું વડાપ્રધાન મોદી વર્ચુઅલ ખાતમુહૂર્ત કરશે. જોકે અત્યાર સુધી આ પ્રોજેક્ટમાં બંને ફેઝમાં આવતા 16000 ચોરસ મીટરથી પણ વધુ જમીનની સંપાદન પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. ટૂંક સમયમાં આ જમીન સંપાદનની પ્રક્રિયા પણ સુરત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે. હાલ સર્વે અને ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.

16500 ચોરસ મીટર જમીન સંપાદનની પ્રક્રિયા બાકી

સુરતમાં મેટ્રો ફેઝ 1 અને 2 માટે ત્રણ કંપનીઓને ટેન્ડર આપવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં વધુ એક કંપનીને ટેન્ડર આપવામાં આવશે. સૌથી અગત્યની વાત એ છેકે અત્યાર સુધી મેટ્રો પ્રોજેક્ટ માટે જમીન સંપાદન બાકી છે. બંને ફેજ માટે આશરે 16500 ચોરસ મીટર જમીન સંપાદનની પ્રક્રિયા હજુ પૂર્ણ થઇ નથી. ફેઝ 1 માં 324482 ચોરસ મીટર પાલિકાની જ્યારે
6215 ચોરસ મીટર ખાનગી મિલકતની જમીન રહેશે જ્યારે ફેઝ 2માં 201995.64 સરકારી મિલકત જ્યારે 10351.90 ખાનગી મિલકત સંપાદન કરવામાં આવશે.

18 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી કરશે મેટ્રો રેલનું વર્ચુઅલ ખાતમુહૂર્ત

અંડરગ્રાઉન્ડમાં 6 સ્ટેશન

સુરત મેટ્રો રેલ કોર્પોરેશનના CEO મહેન્દ્ર પટેલે જણાવ્યું કે, 18 જાન્યુઆરીના રોજ સુરત મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 1નું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. ફેઝ 1માં કુલ 10 એલિવેટેડ સ્ટેશન હશે જ્યારે અંડરગ્રાઉન્ડમાં 6 સ્ટેશન હશે. જેનું કામ શરૂ કરવામાં આવશે. જમીન સંપાદન અંગે સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. લોકોના ફોર્મ ભરાવી દેવામાં આવ્યા છે. માત્ર 4 ટકા જ એવી ખાનગી મિલકત છે. જેનું સંપાદન કરવાનું રહેશે. બાકીની જમીન સરકારી છે. આગામી દિવસોમાં જમીન સંપાદનની પ્રક્રિયા પ્રોજેક્ટના કામની સાથે જ ચાલશે.

12500 કરોડ રૂપિયાના ખર્ચે સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ સાકાર થશે

12500 કરોડ રૂપિયાના ખર્ચે સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ સાકાર થશે. 2 ફેઝમાં સંપૂર્ણ કામગીરી હાથ ધરાશે. 4 વર્ષ પહેલા આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી અને મનપા ચૂંટણીના ઠીક પહેલા સુરત મેટ્રોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. 18 જાન્યુઆરીના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સુરત મેટ્રો ફેઝ-1 અને અમદાવાદ મેટ્રો ફેઝ-2ના કામનું ઈ-ભૂમિપૂજન કરાશે. ગ્રીન સિટી ખાતે આ ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ હાજર રહેશે.

ABOUT THE AUTHOR

...view details