ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતની ઓમ નગર સોસાયટીમાં GEBની ડીપી દૂર ન કરાતા ભારે હોબાળો

સુરત: ડીંડોલી વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશો દ્વારા ભારે હોબાળો માચાવવામાં આવ્યો. સોસાયટીમાં મુકવામાં આવેલ GEBની ડીપી દૂર કરવાની માંગ કરવામાં આવી છે. અગાઉ પણ લેખિતમાં ફરીયાદ કરવા છતાં કોઈ નિકાલ ન કરવામાં આવ્યો હોવાના આરોપ સોસાયટી વાસીઓ દ્વારા કરવામાં આવ્યા છે. સોસાયટી લોકોનો આરોપ છે કે, ભાજપ નેતાની નજીકમાં શાળા આવેલ અને શાળાનો પાવર સોસાયટીની ડીપીમાં આપવામાં આવ્યો છે. ભારે લોડના કારણે અકસ્માત થવાનો ભય રહેલો છે. જેના કારણે આ ડીપી હટાવવામાં આવે તેવી માંગ છે.

Surat

By

Published : Apr 29, 2019, 10:23 AM IST

ડીંડોલી ઓમ નગર સોસાયટીમાં સોમવારે રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જ્યાં GEBની ડીપીને લઇ સોસાયટીના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સોમવારે GEBના અધિકારીઓ ડીપીની કામગીરી કરવા સોસાયટીમાં પોહચ્યા હતા, જે દરમિયાન લોકોએ હુરિયો બોલાવ્યો હતો. લોકોના આરોપ છે કે ભાજપ નેતાની શાળામાં પાવર સપલાય આપવા સોસાયટીની ડીપીમાંથી 500 વોલ્ટેજનો પાવર પસાર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી જે ગેરકાયદે છે. આ કાર્યવાહીના પગલે ડીપીમાં ભડાકો થતા આગની ઘટના પણ બની હતી.

સોસાયટીમાં મોટી સંખ્યામાં લોકો અવર-જવર કરે છે, જેના જીવ સામે પણ જોખમ છે. જેથી આ ડીપી હટાવવામાં આવે તેવી માંગ છે. અધિકારીઓને રજુઆત કરવા છતાં સમસ્યા અંગે કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના સંદર્ભે સોમવરે સોસાયટી વાસીઓ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

GEBની ડીપી દૂર ન કરાતા ભારે હોબારો

ABOUT THE AUTHOR

...view details