- સુરત મહાનગર પાલિકાની 120 બેઠકો માટે યોજાશે ચૂંટણી
- ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાતા જ વિરોધનાં વંટોળ શરૂ
- ઓરિસ્સા સમાજે સામૂહિક રાજીનામા તેમજ ચૂંટણી બહિષ્કારની આપી ચિમકી
સુરતમાં ઓરિસ્સા સમાજના એક પણ ઉમેદવારને ટિકિટ ન અપાતા ભાજપ કાર્યાલય બહાર હોબાળો - people from orissa in surat
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરૂવારે સાંજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. સુરત શહેરમાં 120 બેઠકો પર શહેરમાં ભાજપ સાથે વર્ષોથી સંકળાયેલા ઓરિસ્સા સમાજના એક પણ ઉમેદવારની જાહેરાત ન કરાઈ હોવાથી મોટી સંખ્યામાં ઓરિસ્સા સમાજના લોકો ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરીને સમાજમાંથી કોઈને ઉમેદવારી મળે તેવી માગણી કરી હતી. જો તેમ નહીં કરવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર અને સામૂહિક રાજીનામાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
સુરત: ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. પરંતુ આ તમામ બેઠકો પર ઓરિસ્સા સમાજના એક પણ ઉમેદવારને સ્થાન ન અપાયું હોવાથી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઓરિસ્સા સમાજના ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલયની બહાર એકઠા થયા હતા અને સમાજમાંથી કોઈને ઉમેદવારી મળે તેવી માગણી કરી હતી. આ સાથે કાર્યકરોએ ચિમકી આપી હતી કે, જો ઓરિસ્સા સમાજના કોઇ કાર્યકરને ઉમેદવારી નહીં મળે તો આવનારા દિવસોમાં તેઓ ચૂંટણી બહિષ્કાર કરશે અને મોટી સંખ્યામાં કાર્યકરો રાજીનામા પણ આપશે.