- સુરતમાં ધુળેટી પર પ્રતિબંધ
- સરકારે ધુળેટી રમવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે
- ગાઇડલાઇનનું પાલન કરવા મનપા કમિશ્નરે અપીલ કરી
- જાહેરમાં કોઇ શહેરીજનો ધૂળેટી રમી શકશે નહીંઃ મનપા કમિશ્નર
- માસ્ક પહેરીને પણ ધુળેટી રમવાથી કોરોના સંક્રમણ થવાની ભીતી છે
આ પણ વાંચોઃ રાજ્ય સરકારે હોળીના તહેવારને લઇ અગત્યની માર્ગદર્શિકા પાડી બહાર
સુરતઃ કોરોના કાળમાં જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, ભાદરવી પૂનમની પદયાત્રા, નવરાત્રી, દિવાળી, મકરસંક્રાંતિ પછી સરકારે હોળી-ધૂળેટીના તહેવારો પર ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્ય ગૃહ વિભાગે બુધવારે જાહેર કરેલા પત્રમાં કોવિડ-19 સંદર્ભે પ્રવર્તમાન ગાઈડલાઇન્સનું પાલન કરી 28મી માર્ચ અને રવિવારે હોળી પ્રગટાવવા પ્રદિક્ષણા સાથે સાથે ધાર્મિક વિધિ કરવા નાગરિકોને છૂટ આપવામાં આવી છે. જોકે 29 માર્ચને સોમવારે જાહેરમાં ધુળેટીની ઉજવણી ઉપર સરકારે સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યા છે. આ ગાઈડલાઈનનું સુરતમાં ચુસ્તપણે પાલન થાય આ માટે સુરતના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ લોકોને ઘરમાં રહી રંગની હોળી ઉજવવા અપીલ કરી છે.