સુરતમાં રત્નકલાકારોએ સ્પેશિયલ બસ માટે વધારાનો કોઈ ચાર્જ ચુકવવો પડશે નહીં
સુરત: દર વર્ષની જેમ ચાલુ વર્ષે માદરે વતન જતા ડાયમંડ વેપારીઓ અને રત્ન કલાકારો પાસેથી સ્પેશિયલ બસ ચાર્જ વસૂલવા અંગે મુખ્ય પરિવહન અધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ભાડા સિવાય કોઈ વધારાનો ચાર્જ ચુકવવો નહીં પડે. એસ.ટી.નિયામક દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ ડાયમંડ વેપારીઓ અને રત્ન - કલાકારોમાં ખુશી વ્યાપી ગઈ છે.
surat diamond association news
ડાયમંડ એસોસિયેશનના નવનિયુક્ત પ્રમુખ બાબુભાઇ કથીરિયાએ જણાવ્યું કે, ગત વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન માદરે વતન જતા રત્ન - કલાકારો અને હીરા વેપારીઓ પાસેથી વધારાનું ભાડું વસુલવામાં આવ્યું હતું. જે અંગે રાજ્યના મુખ્ય પરિવહન મંત્રીને રજુઆત કરવામાં આવી હતી. જે બાદ ચાલુ વર્ષે વધારાનું વસુલવામાં આવતું ભાડામાંથી મુક્તિ આપી રુટિંગ ભાડુ વસૂલવા આદેશ કરવામાં આવ્યા છે. જેના કારણે વતન જવા માંગતા રત્ન- કલાકારોને મોટી રાહત મળશે.