- 4 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ
- પાડોશીએ જ આચર્યુ દુષ્કર્મ
- પોલીસે આરોપીની કરી ધરપકડ
સુરત: જિલ્લામાં રહેતા એક પરિવારની 4 વર્ષીય દિકરીને પાડોશી યુવાન દ્વારા જ ઘરનાં આંગણે રમતી બાળકીને ચોકલેટ આપવાના બહાને પોતાના મકાનમાં લઈને ગયો હતો. ત્યાર બાદ તે યુવાન બાળકી જોડે દુષ્કર્મ કરીને તે બાળકીને ઘર આંગણે મૂકી ગયો હતો. જો કે પરિવાર દ્વારા આ બાળકીને જોતા તે લોહી લુહાણ હાલતમાં જોતાં જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસ દ્વારા બાળકીને જોતાં જ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે મોકલી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં તપાસ કર્યા બાદ ડોક્ટરે દુષ્કર્મ થયાની ફોડ પાડી હતી. બાળકીને ગુપ્ત ભાગે ઈજાઓ પણ થઇ છે. ત્યારે સ્થાનિક પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં બોર ખાવાના બહાને નરાધમેં 5 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ
પાડોશી યુવાન દ્વારા જ દુષ્કર્મ કરવામાં આવ્યું
બાળકીને હોસ્પિટલમાં શારીરિક તપાસ અને સારવાર માટે ખસેડવામાં આવી ત્યારે હોસ્પિટલ દ્વારા શારીરિક તપાસ બાદ પરિવાર અને પોલીસને એમ કહેવામાં આવ્યું કે, બાળકી જોડે દુષ્કર્મ થયું છે ત્યારે પોલીસ દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પડ્યો હતો. પોલીસ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, આરોપી પાડોશી યુવાન છે.
આ પણ વાંચો:અમદાવાદ : યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ કરનારા બે આરોપીની ધરપકડ
નશાની હાલતમાં રહીને દુષ્કર્મ આચર્યુ
આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનના PI એમ.વી.તડવી દ્વારા એમ કહેવામાં આવ્યું કે, આ મામલો ગઈ કાલ રાતનો છે. આ બાળકી પોતાના ઘરની બહાર જયારે રમી રહી હતી, ત્યારે તેના ઘર પાસે જ રહેતો યુવાન જે આરોપી છે. તેને આ 4 વર્ષની બાળકીને ચોકલેટ કે પછી બિસ્કિટ આપવાના બહાને પોતાના રૂમમાં લઇ જઈને દુષ્કર્મ કર્યું હતું પછી તેના ઘર આગળ મૂકીને જતો રહ્યો હતો. આ મામલે અમારા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી અને અમારા સ્ટાફને શંકા જતા પાડોશી યુવાનને પૂછવામાં આવ્યું ત્યારે તેનો જવાબ બરોબર ન આપતા કડકાઈથી પૂછતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. ઘટના દરમિયાન તે પોતે નશાની હાલતમાં હતો. તે સમય દરમિયાન આ દુષ્કર્મ કર્યું હતું. તે સમગ્ર બાબતે તપાસ ચાલી રહી છે.