ગુજરાત

gujarat

ETV Bharat / city

Murder of Teenager in Surat: મિત્રની બહેનની છેડતી કરવા મુદ્દે ઠપકો આપવો કિશોરને પડ્યું ભારે, આરોપીઓએ કરી હત્યા - પાંડેસરા પોલીસ

સુરતમાં પાંડેસરા વિસ્તારમાં શુક્રવારે 15 વર્ષના કિશોરની હત્યા થઈ (Murder of Teenager in Surat) હતી. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપી ફરાર થઈ ગયા હતા.

Murder of Teenager in Surat: મિત્રની બહેનની છેડતી કરવા મુદ્દે ઠપકો આપવો કિશોરને પડ્યું ભારે, આરોપીઓએ કરી હત્યા
Murder of Teenager in Surat: મિત્રની બહેનની છેડતી કરવા મુદ્દે ઠપકો આપવો કિશોરને પડ્યું ભારે, આરોપીઓએ કરી હત્યા

By

Published : Feb 26, 2022, 12:02 PM IST

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં (Murder of Teenager in Pandesara area) શુક્રવારે રાત્રે 15 વર્ષના કિશોરની હત્યા (Murder of Teenager in Surat) કરી અજાણ્યા શખ્સ ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી હતી. અજાણ્યા શખ્સોએ મૃતક કિશોરને ચાકુના ઘાર મારતા મૃતકનું મૃત્યુ થયું હતું. જોકે, ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ (Pandesara Police) ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

મૃતક પાંડેસરા વિસ્તારમાં રહેતો હતો

મૃતક પાંડેસરા વિસ્તારમાં રહેતો હતો

પાંડેસરા હાઉસિંગના વડોદ ગામમાં (Murder of Teenager in Pandesara area) આવેલા ઘનશ્યામ નગરમાં રહેતો 15 વર્ષીય રાહુલ રમાશંકર સિંગ શુક્રવારે રાત્રે ઘરે જમ્યા પછી બહાર નીકળ્યો હતો. ત્યારે જ વડોદ ગામનાં પીટી ગેટ પાસે કેટલા અજાણ્યા ઈસમોએ કોઈ કારણસર તેની ઉપર ચાકુથી હુમલો કરી દીધો હતો. તેના કારણે રાહુલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો-Grishma Vekariya Murder Case: ગ્રીષ્માની હત્યા કરનારા ફેનીલને જજે પૂછ્યું- ગુનો કબૂલ છે? આરોપીએ સ્પષ્ટ કહી દીધી 'ના'

મિત્રોનો ઝઘડો થયો ત્યાં મિત્રોને બચાવવા ગયો હતો

આ બાબતે મૃતક રાહુલનો મોટા ભાઈ અભિષેક સિંગે જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે તે જમ્યા પછી પોતાના મિત્ર સાથે બહાર ફરવા ગયો હતો. ત્યાં તેના મિત્ર વિનોદની કોઈ સાથે ઝઘડો થયો હતો. ત્યાં રાહુલ પોતાના મિત્રોના ઝઘડામાં પડતા તેને ચાકુના ઘા મારવામાં આવ્યા હતા. તે સમયે મને ફોન આવ્યો હતો. એટલે હું પણ ત્યાં પહોંચ્યો હતો. ત્યારે ત્યાં ઝઘડો જ ચાલી રહ્યો હતો. તેને બચાવવા જતા મને પણ હાથમાં સળિયો વાગ્યો હતો. ત્યારબાદ રાહુલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. રાહુલના મિત્રની બહેન ની છેડતી કરી હતી. તે બાબતે વિવાદ થતા રાહુલ છેડતી કરનારને ઠપકો આપ્યો હતો.

આ પણ વાંચો-Grishma Vekariya Murder Case : સુરત ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો

મૃતકે આરોપીઓને ઠપકો આપ્યો હતો

મૃતકના મોટા ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ હત્યારાએ (Murder of Teenager in Surat) રાહુલના મિત્રની બહેનની છેડતી કરી હતી. તે બાબતે રાહુલે છેડતી કરનારાને ઠપકો આપ્યો હતો. તેની અદાવત રાખી આરોપીઓએ મૃતક રાહુલની હત્યા (Murder of Teenager in Surat) કરી હતી.

આ મામલે એક આરોપીની ધરપકડ

આ બાબતે પાંડેસરા પોલીસના (Pandesara Police) તપાસકર્તા અધિકારી ASI પ્રવીણ સોનીએ જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે 9 વાગે આ ઘટના બની છે. રાહુલ રમાશકર સિંગને કોઈ 2 લોકોએ ચાકુ માર્યું હતું. તેમ જ અન્ય લોકોને પણ માર મારવામાં આવ્યો હતો. જેને લઈને PI સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ મામલે હાલ અમે એક આરોપીની ધરપકડ કરી છે, જેનું નામ રોહિત યાદવ છે. તે માઇનોર છે. અત્યારે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેના અન્ય એક સાથે મિત્રોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details