ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતનું નામ વિશ્વ ફલક પર ઝળકાવનાર સુરતની રોઝી પટેલ બની મિસીસ ઇન્ડિયા

સુરત: બારડોલીની રહેવાસી રોઝી પટેલે એક વખત ફરી વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. તેમણે મિસીસ ઇન્ડિયાનું તાજ જીતેને સમગ્ર પરિવારનું નહીં પરતું સમગ્ર ગુજરાતનું નામ ગૌરવાન્વિત કર્યું છે. તેઓ પરિવાર સાથે અનેક જવાબદારીઓ નિભાવે છે. તેઓ ગૃહણી તો છે જ પરતું તેઓ કોલેજમાં પ્રોફેસર પણ છે.

By

Published : Apr 26, 2019, 1:28 PM IST

મિસીસ ઇન્ડિયા રોઝી પટેલ

બારડોલી એટલે સરદાર પટેલની કર્મ ભૂમિ. આ ધરતીએ દેશને અનેક વિરલાઓ આપ્યા છે અને આજે વધુ એક માનુનીએ ધરતીનું નામ રોશન કર્યું છે. રોઝી પટેલે દિલ્હીમાં યોજાયેલી રાષ્ટ્રીય લેવલની મિસીસ ઇન્ડિયા સ્પર્ધામાં વિજીયી બન્યા છે અને બારડોલી સાથે ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે. મૂળ દિલ્હીની અને રાજકોટમાં ઉછરેલી રોઝીના લગ્ન બારડોલીના દિલીપ પટેલ સાથે થયા છે.

મિસીસ ઇન્ડિયા રોઝી પટેલ

રોઝી પટેલ મિસીસ ઇન્ડિયાની સાથો સાથ એક જવાબદાર પત્ની અને એક મા પણ છે અને એ પોતાની જવાબદારી બખૂબી નિભાવી રહી છે. બારડોલીની ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં પ્રાફેસર તરીકે ફરજ બજાવતા રોઝી પટેલને પ્રાણી પ્રત્યે પણ અનેરો પ્રેમ છે. રોઝી પટેલ પાસે 16 જેટલા દેસી શ્વાન અને બિલાડીઓ છે જે એમની પોતાના બાળકની જેમ સરસંભાળ રાખે છે.

આટલા વ્યસ્ત જીવન અને નોકરી વચ્ચે આટલી મોટી સિદ્ધિ મેળવવી કોઈ નાની વાત નથી. રોઝી પટેલ પોતાના પારિવારીક જીવન અને વ્યવસાયીક જીવનને બિલકુલ અલગ રાખે છે. તો તેમની ખાસ વાત એ છે કે રોઝી પટેલ એ સોસીયલ મીડિયા માટે એક ચોક્કસ સમય ફાળવ્યો છે. આટલી વ્યસ્તતા છતાં પણ રોઝી પટેલનું આવા મુકામ પર પહોંચવું એ તમામ શ્રેય પોતાના પતિ દિલીપ પટેલને આપે છે.પોતાના પતિને માતા પિતાનો દરજ્જો આપે છે અને પોતાની સફળતાને સાચા હકદાર પણ પોતાના પતિને ગણાવે છે. જોકે રોઝી પટેલની હવે આગળની ઈચ્છા આંતરરાષ્ટ્રીય સ્તર સુધી જઈ ગુજરાત અને દેશનું નામ રોશન કરવાની છે.

ABOUT THE AUTHOR

...view details