- વિદેશથી કોઈપણ ચીજ-વસ્તુની ઓનલાઈન ખરીદી પર વધારાનો બે ટકા ટેક્સ ભરવો પડે છેે
- ટેક્સ રદ્દ કરવા માટે સાંસદ દર્શનાબેન જરદોશે કરી કેન્દ્રીય નાણાં પ્રધાનને રજૂઆત
- વિદેશ જઈ શકાતું નથી હોય ઓનલાઇન ટ્રેડિંગનો વિકલ્પ વેપારીઓએ અપનાવ્યો
સુરત : વિદેશથી ઓનલાઇન રફ હીરાની ખરીદી પર ભરવા પડતા વધારાના 2 ટકા ટેક્સને દૂર કરવા માટે સાંસદ દર્શના જરદોશ ( MP Darshana Jardosh ) દ્વારા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને રજૂઆત કરવામાં આવી છે. કોરોના મહામારીમાં ટ્રાવેલિંગ બંધ થતા સુરત હીરા ઉદ્યોગ ( Surat Diamond industry )માં ઓનલાઇન ટ્રેડિંગ શરૂ થયું છે. હાલમાં મોટાભાગના વેપારીઓ અને ઉદ્યોગકારો વીડિયો કોલિંગથી એન્ટવર્પ, બેલ્જિયમ, દુબઈ અને હોંગકોંગના વેપારીઓ સાથે સંપર્કમાં રહીને રફ હીરાની ખરીદી કરી રહ્યા છે. વિદેશ જઈ શકાતું ન હોવાથી ઓનલાઇન ટ્રેડિંગનો વિકલ્પ વેપારીઓએ અપનાવ્યો છે.
રફ હીરાની ખરીદી પર બે ટકા ટેક્સનો અતિરિક્ત બોજો
અત્યારે એન્ટઅર્પમાં રોજના ચારથી પાંચ ટેન્ડર ખુલી રહ્યા છે. રફ ડાયમંડની માગ વધુ હોવાના લીધે કિંમતોમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે, ત્યાં બીજી તરફ ભારત સરકારના કાયદા અનુસાર વિદેશથી કોઈપણ ચીજ-વસ્તુની ઓનલાઈન ખરીદી પર વધારાનો બે ટકા ટેક્સ ભરવાનો રહે છે. આ કાયદો સુરત હીરા ઉદ્યોગ ( Surat Diamond industry )ને પણ લાગુ પડે છે. તેથી વેપારીઓને રફ હીરાની ખરીદી પર બે ટકાના અતિરિક્ત બોજો પડી રહ્યો છે. આ બાબતે સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા સાંસદ દર્શના જરદોશ ( MP Darshana Jardosh )નું ધ્યાન દોરવામાં આવ્યું હતું જેના પગલે સાંસદે કેન્દ્રીય નાણાં પ્રધાનને આ મુદ્દે રજૂઆત કરી હતી.