- સુરતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસનો આંતક
- બંન્ને સરકારી હોસ્પિટલમાં થઈ રહી છે સારવાર
- 15 ટકા લોકો રાજ્ય બહારના
સુરત : શહેરમાં કોરોના વાઇરસ પછી મ્યુકોરમાઇકોસિસનો આતંક ચાલુ થયો છે. જિલ્લાની બંને સરકારી હોસ્પિટલ નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસ નવા 16 કેસો નોંધાયા છે. બંને હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના 14 ઓપરેશન કરાવ્યા છે હાલ બંને હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસ 83 કેસો આવી ચૂક્યા છે સરકારી હોસ્પિટલમાં જ 60 ટકાથી વધુ દર્દીઓ સુરત શહેરની બહારના છે જેમાંથી 15 ટકાથી અન્ય રાજ્યોના દર્દી છે.
વર્ષે જૂની બિમારી ફરી આવી
શહેરમાં કોરોનાનું જોર ઘટી રહ્યું છે પણ વર્ષો જૂની મ્યુકોરમાઇકોસિસની બિમારી મજબૂત બનીને શહેરમાં પ્રવેશ કરી ગઈ છે. કોરોના કરતાં પણ મ્યુકોરમાઇકોસિસ બિમારી ખૂબ ગંભીર સાબિત થઇ રહી છે. શહેરમાં અત્યાર સુધી સુધીમાં કુલ 83 જેટલા કેસો સરકારી હોસ્પિટલમાં આવી ચૂક્યા છે .સિવિલ હોસ્પિટલમાં 12 નવા કેસો સાથે મ્યુકોરમાઇકોસિસ 57 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલમાં 7 દર્દીઓના ઓપરેશન પણ કરાયા છે જ્યારે બીજી બાજુ સ્મીમેર હોસ્પિટલમાં 03 નવા કેસ આવતા કુલ 29 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે અને બે દર્દીઓના ઓપરેશન કરાયા હતા.