- ધોરણ 11ના વિદ્યાર્થીઓને શહેરના નામાંકિત 50થી વધુ CA શાળા જઈને ભણાવશે
- ધોરણ 11ના 1,592 જેટલા વિદ્યાર્થીઓ હાલ કરી રહ્યા છે અભ્યાસ
- એક ક્લાસમાં ભણાવશે 6થી વધુ CA
સુરત: સુરત મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળામાં આ વખતે પ્રથમ વાર ધોરણ 11ના વર્ગોની શરૂઆત થઈ છે. જેમાં આંકડાશાસ્ત્ર વાણિજ્ય શાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા વિષયો પણ છે, આ વિષયોની તૈયારીઓ સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓને કરાવવામાં આવશે. આ માટે ખાસ સુરતના ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા પહેલ કરવામાં આવી છે. એસોસિએશન સાથે સંકળાયેલા 50થી વધુ CA સરકારી શાળામાં જઇને અભ્યાસ કરાવશે. એક ક્લાસમાં 6થી વધુ CA ભણાવવા જશે. ધોરણ 11ના 1,592 જેટલા વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો- ગાંધીનગરની સરકારી શાળાઓમાં KG 1-2 અને ધોરણ 1ના અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કરાશે