- ભાજપના 300થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા
- આપ દ્વારા વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારી શરૂ કરાઈ
- અમે હવે એ તમામ પરિસ્થિતિ સામે લડવા માટે મક્કમ છીએ: ઇટાલીયા
સુરત: ભાજપના કાર્યકર્તાઓ ધીરે ધીરે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આમ આદમી પાર્ટી( Aam Aadmi Party ) માં જોડાઇ રહ્યા છે. આથી, રવિવારે ફરીથી ભાજપના 300થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાના હસ્તે ખેસ ધારણ કરીને પાર્ટીમાં જોડાયા છે. તે સમય દરમિયાન ગોપાલ ઇટાલીયા ( Gopal Italia ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )ની તૈયારી શહેર જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો:Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટી 182 સીટ પર લડશે ચૂંટણી: અરવિંદ કેજરીવાલ