ગુજરાત

gujarat

સુરતમાં કોરોનાથી વધુ 2ના મોત, જિલ્લામાં સંક્રમિત લોકોનો આંકડો 22 પર પહોંચ્યો

By

Published : Apr 7, 2020, 6:45 PM IST

Updated : Apr 7, 2020, 8:11 PM IST

સ્ટેજ બે જાહેર થયા બાદ આજે સુરતમાં કોરોના પ્રભાવિત બે લોકોના મોત થયાં છે. જેમાંં એક 52 વર્ષીય એહસાન ખાન નામના વ્યક્તિ મોત છે. તો બીજી બાજુ લોખાત હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઇવર સહિત વધુ ત્રણ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્રણ પૈકી બે દર્દીઓ અડાજણ પાટીયા અને સુરતમાં કોરોના વાઇરસ માટે હોટસ્પોટ બની ગયેલા રાંદેર વિસ્તારના છે.

coronavirus coronavirus coronavirus
coronavirus

સુરત : સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના રાંદેર વિસ્તાર કોરોના હોટસ્પોટ બની ગયો છે. શહેરમાં અત્યાર સુધી 22 પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે માત્ર રાંદેર વિસ્તારમાં જ 8 પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. તે જ વિસ્તારમાં 2 લોકોના કોરોનાથી મોત થયા છે. આજે સુરતમાં કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી એક લોખાત હોસ્પિટલનો એમ્બ્યુલન્સનો ડ્રાઇવર છે. જ્યારે અન્ય બે કોરોના પોઝિટિવ પરિવારના સભ્યો છે.

રાંદેર વિસ્તારને ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરાયા છે અને બફર ઝોન જાહેર કરવામાં આવ્યું છે. કારણ, રાંદેર વિસ્તારમાંથી બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. જેમાં 61 વર્ષીય રજની બેન લીલાની અને એહસાન રશીદ ખાન સામેલ છે. રાંદેર વિસ્તારમાં સતત વધી રહેલા કેસ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. જ્યાં ડિસ ઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે.

આજે સુરતમાં કોરોના વાઇરસથી વધુ બે લોકોના મોત થયા છે. જ્યારે સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી રાંદેરની 66 વર્ષીય ઝુંબેદા પટેલ, રામપુરાના 40 વર્ષીય સાજીદ ( એમ્બ્યુલન્સ ડ્રાઇવર) અને અડાજણની 42 વર્ષીય જીનત કુરેશી છે. જીનત કોરોના પોઝીટીવ દર્દી અબ્દુલ કુરેશીની પત્ની છે.

હાલ સુરત શહેરમાં પોઝીટીવ દર્દીઓની સંખ્યા 20 પર પહોંચી ગઈ છે. સુરત શહેરમાં અત્યાર સુધી 3નાં મોત અને 4ને ડિસ્ચાર્જ કરાયા છે. સુરત જિલ્લામાં પોઝીટીવ દર્દીઓની સંખ્યા 2 છે. જેથી સુરત શહેર અને જિલ્લા મળી હાલ પોઝીટીવ દર્દીઓની સંખ્યા 22 પર પહોંચી છે. સુરતમાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયાં છે.

Last Updated : Apr 7, 2020, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details