સુરત : સુરતમાં જાહેરસભાને સંબોધન કરતા PM મોદીઓ જણાવ્યું છે કે સુરત આવો તો સુરતનું જમણ કરવું જ પડે. નવરાત્રિનાં પાવન અવસરે ગુજરાત આવવું સૌભાગ્ય છે. સુરતનાં લોકોનો આભાર માનવા શબ્દો પણ ખૂટી પડે છે. સુરતનાં વિકાસ સાથે જોડાયેલી અનેક પરિયોજના છે. તેમજ મોટાભાગનાં પ્રોજેક્ટ સામાન્ય લોકોને લાભ અપાવે તેવા છે. સુરત એક રીતે મીની હિન્દુસ્તાન છે. જેમાં સુરતમાં ટેલેન્ટની કદર થાય છે. સુરતમાં આગળ વધવાના સપના સાકાર થાય છે. વિકાસની દોડમાં પાછળ છૂટનારાનો હાથ સુરત પકડે છે. જેમાં સુરત ચાર Pનું ઉદાહરણ છે. પિપલ્સ, પબ્લિક, પ્રાઇવેટ પાર્ટનરશીપ સુરતમા છે. સુરતનાં પૂર વિશે અપપ્રચાર કરવામાં આવ્યો હતો. 20 વર્ષમાં સુરતે અન્ય શહેરો કરતા વધુ પ્રગતિ કરી છે.
વડાપ્રધાન મોદીએ સુરતવાસીઓને આપી મહત્વની ભેટ - undefined
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. PM આજે સુરત ખાતે 59 જેટલા વિકાસના પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. PM મોદીએ લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું છે કે સુરતવાસીઓને નવરાત્રિની અનેક શુભકામનાઓ આપી હતી.
સુરતની સૂરતમાં વધારો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે હતા. તેમના હસ્તે સુરત પાલિકાના 22 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરત મનપા અને જિલ્લાના કુલ 3472.54 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ થતાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજથી સુરતમાં નવું તૈયાર થયેલ IT મેક સેન્ટર શહેરને નવી ઓળખ આપશે. આ પહેલા પીએમ મોદી એ બે કિમી લાંબો રોડ શો કર્યું જેમાં હજારો ની સંખ્યા લોકો પીએમ મોદી ની એક ઝલક માટે આતુર જોવા મળ્યા હતા અને કાફલા સાથે દૌડતા પણ દેખાયા હતા.
શહેરને આપી મોટી ભેટ દેશનાં સૌથી સ્વચ્છ શહેરોમાં સુરતનું નામ ગર્વથી લેવાય છે. તથા નવા ડ્રેનેજ નેટવર્કે સુરતને નવું જીવન આપ્યુ છે. સુરતને સાફ રાખવામાં ડ્રેનેજ નેટવર્કે મદદ કરી છે. તેમજ સુરતમાં ઝુંપડપટ્ટીની સંખ્યાઓ પણ ઘટી છે. જેમાં ઝુંપડામાં રહેતા લોકો માટે 20 વર્ષમાં 80 હજાર ઘર બન્યા છે. તેથી સુરત શહેરનાં ગરીબ લોકોનું જીવન સુધર્યુ છે. ડબલ એન્જિન સરકારથી અનેક સુવિધાઓ મળી છે. દેશમાં 4 કરોડ ગરીબ દર્દીઓને મફત સારવાર મળી છે.