ગુજરાત

gujarat

ETV Bharat / city

માલધારીઓના આંદોલનનો અંત,પાટીલે કહ્યું, દિવાળી સુધી તબેલા દૂર નહીં કરાય - માલધારી સમાજ આંદોલન

છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા માલધારી સમાજના આંદોલનનો સુખદ અંત આવ્યો છે. સુરતમાંથી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આ મામલે ખાતરી આપતા માલધારી સમાજે આંદોલન સમેટી લીધું હતું. પ્રદેશ પ્રમુખે આ મામલે ફોન પર વાતચીત કરીને નિર્ણય કરી નાંખ્યો હતો. સુરતમાં આવેલી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઓફિસે કલાક સુધી માલધારી સમાજના આગેવાનો એ બેઠક યોજી હતી. દિવાળી સુધી કોઈ પ્રકારના તબેલા દૂર કરવામાં નહીં આવે એવી ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું. Surat C R Patil, Surat milkman Community, Surat police

માલધારીઓના આંદોલનનો અંત,પાટીલે કહ્યું, દિવાળી સુધી તબેલા દૂર નહીં કરાય
માલધારીઓના આંદોલનનો અંત,પાટીલે કહ્યું, દિવાળી સુધી તબેલા દૂર નહીં કરાય

By

Published : Sep 2, 2022, 4:22 PM IST

સુરતઃમાલધારી સમાજે છેલ્લા કેટલાક સમયથી તંત્ર સામે આંદોલન (Surat milkman Community) શરૂ કર્યું હતું. જેમાં એમના તબેલા દૂર કરવાનો મામલો મુખ્ય રહ્યો હતો. જોકે, પ્રદેશ અધ્યક્ષ સુધી મામલો (Surat C R Patil) પહોંચતા, પાટીલે ટેલિફોનિક વાત કરીને નિર્ણય કર્યો હતો. દિવાળી સુધી કોઈ પ્રકારના તબેલા દૂર કરવામાં નહીં આવે. દિવાળી એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવશે. એવી ખાતરી આપી હતી. પાટીલે સરકારમાં (Surat police) પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં સ્પષ્ટતા હતી કે ડેમિલિશનની કામગીરી બંધ કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ ફરી ઉઠ્યો ઢોર નિયંત્રણ બિલ રદ કરવાનો સૂર, માલધારી સમાજે કાઢી વેદના રેલી

આંદોલનનો અંતઃ સુરતના કતારગામમાં તબેલા દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. એ સમયે માલધારી સમાજના લોકો રોષે ભરાયા હતા. છેલ્લા 4 દિવસથી માલધારી સમાજ તરફથી આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગ રૂપે કોઈને દૂધ ન વેચીને જરૂરિયાત વાળા લોકોને મફતમાં દૂધ વિતરણ કરાયું હતું. આ વિરોધના પગલે સુરત પોલીસે આ વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો. માલધારી સમાજનું એવું કહેવું છે કે, અમને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા હતા. દરરોજ સમાજના આગેવાનો અને લોકો આ આંદોલનમાં જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details