ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ - Gujrati news

સુરતઃ રાજ્યમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન કરવામાં આવી છે, ત્યારે આ આગાહી મુજબ મેધરાજાએ પધરામણી કરી છે, ત્યારે સુરતમાં મોડી રાતથી મેઘસવારીએ ફરી ધમાકેદાર એન્ટ્રરી કરી છે. રાજ્યમાં સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. અમેરલી અને ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્ય છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રરી

By

Published : Jul 21, 2019, 11:05 AM IST

Updated : Jul 21, 2019, 11:38 AM IST

આ વરસાદને પગલે સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તળીયા સમાન પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ઉધના સોસિયો સર્કલ નજીક આવેલ સર્વિસ રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા. સુરતમાં મેઘરાજા ફરી સવારી આવતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે, તેમજ જગતાતઓ પણ ચિંતામુક્ત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાની નહિવત હાજરી વચ્ચે બફારાની સ્થિતિ સર્જાઈ હતી. સોસિયો સર્કલ નજીક આવેલ એક બાજુનો સર્વિસ રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ જોવા મળ્યો હતો. જેના કારણે નાછૂટકે વાહન ચાલકોએ પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું હતું, ત્યાં બીજી તરફ કેટલાક પાર્ક કરેલ વાહન પણ વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રરી
Last Updated : Jul 21, 2019, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details