સુરતમાં ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ શરૂ કરવા અંગે પાલિકાની મુખ્ય કચેરીએ ઉદ્યોગકારોની બેઠક
સુરત શહેરમાં મંગળવારે કુલ 1055 કોરોના પોઝિટીવ કેસો થયા છે. કુલ 703 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ 50 દર્દીના મૃત્યુ નોંધાયા છે. 66.6 ટકા રિકવર થયા છે. 4.7 ટકા મૃત્યુ દર છે. જે મૃત્યુના કેસ આવ્યા છે. માત્ર સુરતના લિંબાયત ઝોનમાંથી કુલ 399 કેસો થયા છે.
ઉદ્યોગ શરૂ કરવા અંગે પાલિકા મુખ્ય કચેરી ખાતે ઉદ્યોગકારોની બેઠક
સુરતઃ શહેરમાં મંગળવારની સ્થિતિએ 3,562 લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં 507 લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં 69 લોકો છે. 1700 જેટલી ટીમો સર્વેલન્સ માટે કાર્યરત છે. 5,568 બસો દ્વારા 1.47 લાખ લોકોને સુરતથી પોતાના વતન મોકલવામાં આવ્યા છે. 1,020 અને જિલ્લાના 78 મળીને કુલ 1,098 કેસો નોંધાયા છે.