ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગેસ દ્વારા મેયર હેમાલીબેન બોઘાવાલાનો વિરોધ કરવામાં આવ્યો - પુણા પોલીસ મથક

સુરત બંગાળની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ત્યાં હિંસા ફાટી નીકળી છે. આ હિંસાના વિરોધમાં સુરતમાં ભાજપ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતના પુણાગામ વિસ્તારમાં મેયર વિરોધ માટે પહોંચતા જ કોંગેસ દ્વારા મેયર હેમાલીબેન બોઘાવાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે, અત્યારે મહામારીમાં લોકોને બેડ, ઓક્સિજન અને દવાની અછત છે તે પહેલા પૂર્ણ કરો.

સુરતમાં ભાજપ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન
સુરતમાં ભાજપ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન

By

Published : May 6, 2021, 2:13 PM IST

  • બંગાળની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા
  • સુરતમાં ભાજપ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન
  • કોંગેસ દ્વારા મેયર હેમાલીબેન બોઘાવાલાનો કરવામાં આવ્યો વિરોધ

સુરત:પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસની જીત થઈ છે. જો કે આ પરિણામો જાહેર થયા બાદ ત્યાં તોફાનો ફાટી નીકળ્યા છે. જેમાં કેટલાક ભાજપ કાર્યકરોની હત્યા થઇ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે પરંતુ બંગાળની ઘટનાના પડઘા સુરતમાં જોવા મળ્યા હતા. સુરતમાં ભાજપ દ્વારા બંગાળમાં થઇ રહેલી હિંસાને લઈને વિરોધ નોંધાવવાનું આયોજન પુણા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.

બંગાળની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા

વિરોધ કરી રહેલા કોંગેસના કાર્યકરોની પોલીસે કરી અટકાયત

આ વિરોધ પ્રદર્શનમાં સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલા પણ ત્યાં પહોચ્યા હતા. જો કે મેયર ત્યાં પહોચતા જ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવવાનું શરુ કર્યું હતું. મેયર અને ભાજપ હાય-હાયના નારા લગાવવામાં આવ્યા હતા. જો કે વિરોધ કરી રહેલા કોંગેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી અને પુણા પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળની ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા ભાજપે યોજ્યા ધરણા

સુરતની જનતા મહામારીમાં પીડાઈ છે તેની મદદ પહેલા કરો

સુરેશ સુહાગીયાએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા શહેર હિતને નેવે મૂકીને હાલમાં ભાજપ વિરોધ કરી રહ્યા છે. પુણા વિસ્તાર જાણે બંગાળમાં આવતું હોય તેમ અહીં વિરોધ કરી રહ્યા છે. એક તરફ સુરતમાં મહામારી ફેલાઈ રહી છે. ત્યારે લોકોને દવા, વેક્સિન, ઓક્સિજન, ઈન્જેક્શન સહિતની જરૂરીયાત પૂરી પાડવાને બદલે અત્યારે ભાજપના શાસક પક્ષના નેતાઓ વિરોધ કરી તાયફા કરી રહ્યા છે. જેને લઈને અમે અહીં મેયર હેમાલી બોઘાવાલાનો વિરોધ કર્યો છે.

આ પણ વાંચો: ભુજની સમરસ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને પડતી અસુવિધાઓ સામે RDAMના ધરણા

અમારી બહેન-દીકરીઓ ઇન્જેક્શન વગર મરે છે તેની મદદ કરો

પુણા વિસ્તારમાં મેયર હેમાલીબેન બોઘાવાલા ધરણા પ્રદર્શન માટે પહોંચ્યા હતા. જો કે ત્યાં તેઓનો જબરદસ્ત વિરોધ થતા તેઓને ત્યાંથી નીકળી જવું પડ્યું હતું. વિરોધ કરી રહેલા લોકોમાં કોંગ્રેસના લોકો પણ સામેલ હતા પરંતુ ત્યાં એક વ્યતક્તિએ જોર-જોરથી બુમો પાડી હતી અને કહ્યું હતું કે, અમે ભાજપના કાર્યકરો છીએ. અમારી બહેન-દીકરીઓ ઇન્જેક્શન વગર મરી રહી છે. તેને પહેલા ઈન્જેક્શન અપાવો. અમે અન્ય કોઈ પાર્ટીના કાર્યકરો નથી.

ABOUT THE AUTHOR

...view details