ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત: કરંજ નજીક માંડવી પોલીસે રીક્ષામાંથી 10કિલો ગાંજો ઝડપ્યો - mandavi police seized ganja

માંડવી-કીમ રાજ્યધોરી માર્ગ પર કરંજ ગામ પાસે માંડવી પોલીસ વાહન ચેકીંગમાં હતી તે દરમિયાન રીક્ષામાં ગાંજો વહન કરતા બે શખ્શોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 10કિલો ગાંજો, રીક્ષા, રોકડ અને મોબાઈલ મળી કુલ 1.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

માંડવી
માંડવી

By

Published : Jun 25, 2021, 4:07 PM IST

  • માંડવી પોલીસે જપ્ત કર્યો 10 કિલો ગાંજો ઝડપ્યો
  • પોલીસે ગાંજો મંગાવનાર અને આપનારને વોન્ટેડ જાહેર કર્યા
  • માંડવી-કીમ રાજ્યધોરી માર્ગ પર રીક્ષામાંથી ગાંજો ઝડપાયો

સુરત: માંડવી પોલીસ પાસે મળતી માહિતી મુજબ માંડવી-કીમ રાજ્યધોરી માર્ગ પર માંડવી પોલીસના માણસો વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન રીક્ષા ચેક કરતા તેમાંથી ગાંજો મળી આવ્યો હતો.

આ પણ વાંચો: ગાંજાની ખેતીમાંથી કમાણી કરવાની તક ભારત ઉપાડી લેશે?

પૂછપરછ કરી મુદ્દામાલ જપ્ત કરાયો

પોલીસે રિક્ષામાં હાજર વ્યક્તિઓનું નામ ઠામ પૂછી ગાંજો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જતા હતાની પૂછપરછ કરતા બન્ને શખ્સોને ગાંજાનો જથ્થો સાયણના કુણાલ નામના શખ્શ પાસેથી મેળવી નર્મદાના ઇમરાન હબીબશા દીવાનન સુધી પહોંચાડવાની કામગીરી ચાલી રહી હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસ બન્ને શખ્શોની અટકાયત કરી તેમની પાસેથી ગાંજો, રીક્ષા, રોકડ, મોબાઈલ મળી કુલ 1.40 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગાંજો મંગાવનાર અને આપનારને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details