ગુજરાત

gujarat

ETV Bharat / city

50થી 60 લોકોએ ડેરીમાં કરી તોડફોડ, CCTV આવ્યા સામે - ગુજરાત પશુ નિયંત્રણ બિલ

સુરતમાં 50થી 60 લોકોનું ટોળું એક ડેરીમાં ઘૂસીને દુકાનમાં (Maldhari community protests in Surat) તોડફોડ તબાહી મચાવી હતી. કરી છે. દુકાન માલિકે પોલીસ ફરિયાદને (gujarat cattle control bill) કરી છે.

50થી 60 લોકોએ ડેરીમાં કરી તોડફોડ, CCTV આવ્યા સામે
50થી 60 લોકોએ ડેરીમાં કરી તોડફોડ, CCTV આવ્યા સામે

By

Published : Sep 22, 2022, 9:34 AM IST

સુરત શહેરમાં આવેલા અડાજણ પાસે ગઈકાલે સવારે 11:30 વાગ્યાની આસપાસ 50થી 60 લોકોને ટોળું ડેરીમાં ધૂસી ગયું હતું. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં દૂધ વેચવા ઉપર પ્રતિબંધ છે તે તો તમે શા માટે દૂધ (Maldhari community protests in Surat) વેચો છો, તેમ કહી દુકાનમાં તોડફોડ કરી હતી. તોડફોડ કરતાં જ આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે ઘટનાની જાણ થતા જ અડાજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.(gujarat cattle control bill)

સુરતમાં 50થી 60 લોકોએ ડેરીને ભાંગીને ભુક્કો કરી નાખી

દુકાનમાં તોડફોડ ડેરી માલિક રામા પટેલે જણાવ્યું હતું કે, મારી ડેરીમાં અચાનક 70 થી 80 જણાનું ટોળું ઘૂસી આવ્યું હતું અને મને કહેવા માંડ્યા કે દૂધનું વેચાણ નહીં કરવાનું. તો અમે કહ્યું કે અમે દૂધનું વેચાણ નથી કરતા અમે મીઠાઈના વેચાણ કરી રહ્યા છે. ત્યારબાદ તે લોકોએ લોખંડના સળિયા અને ધોકા વડેદુકાનમાં તોડફોડ કરી હતી. અમારા દુકાનના કાચ વગેરે તોડી નાખ્યા છે. તેમજ હાલ પોલીસને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દૂધ બંધના એલાનમાં માલધારીઓએ વહેલી સવારમાં હજારો લીટર દૂધ તાપી મૈયા માં પણ પધરાવી દીધું હતું. (Surat Dairy vandalism)

દુકાનમાં તોડફોડ કરી
દુકાનમાં તોડફોડ કરી

સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદડેરીમાં તોડફોડની સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થયા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ડેરીની બહાર ડંડો અને લોખંડનો પાઇપ લઈ કેટલાક લોકો બહાર ઊભા છે. ત્યારબાદ આ ટોળનું ડેરીની અંદર જતું નજરે જોવા મળી રહ્યું છે. અચાનક જ લોખંડના પાઇપ અને ડંડા વડે ઉભા રહેલા લોકો દ્વારા ડેરીમાં તોડફોડ કરવાનું શરૂ કરી દેતા હોય છે. ત્યારબાદ આ ટોણું જતું રહે છે. આ ઉપરાંત ગઈકાલે શહેરના પાલનપુર પાટીયા વિસ્તારના માલધારીઓએ પણ તાપી મૈયા માં દૂધ પધરાવી અભિષેક કર્યો હતો. (cattle control bill protests in Sura)

ABOUT THE AUTHOR

...view details