સુરત: વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી (Aam aadmi party Gujarat)ભારે મુશ્કેલીમાં મુકાઇ છે. 24 કલાકની અંદર તેના 3 મોટા નેતાઓએ રાજીનામું (Mahesh Savani Resigns From AAP) આપી દેતા હડકંપ મચી જવા પામ્યો છે. વિજય સુવાળા, નીલમબેન વ્યાસ અને ત્યારબાદ સુરતમાં મહેશ સવાણીએ રાજીનામું આપતા ગુજરાત રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે.
24 કલાકમાં 3 મોટા નેતાઓએ આપ્યા રાજીનામા
સુરત મહાનગરપાલિકા (AAP In Surat Municipal Corporation)માં શાનદાર પ્રદર્શન કરનારી આમ આદમી પાર્ટીમાં ગુજરાતી કલાકારો, મોટા નેતા, બિલ્ડર સહિતના લોકો જોડાયા હતા, પરંતુ જાણે 24 કલાકમાં પાર્ટીથી આ લોકોનો મોહભંગ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. 24 કલાકની અંદર 3 મોટા નેતાઓએ રાજીનામું મુકતા ગુજરાત રાજકારણમાં નવા સમીકરણ જોવા મળશે. સુરત ખાતે મહેશ સવાણીએ રાજીનામું આપ્યું છે. મહેશ સવાણી બિલ્ડર છે અને આમ આદમી પાર્ટીમાં તેઓની એન્ટ્રી દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ સુરત ખાતે કરાવી હતી.
4 હજારથી વધુ અનાથ દીકરીઓના પાલક પિતા
મહેશ સવાણી જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે તેઓએ આમ આદમી પાર્ટી થકી ગુજરાતમાં નવા રાજકારણ (AAP In Gujarat Politics)ની શરૂઆત કરવાની વાતો કરી હતી, પરંતુ આજે તેઓએ પણ AAPમાંથી રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટીમાં જોડાતી વખતે મહેશ સવાણીએ AAPને ઓપન પ્લોટ ગણાવ્યું હતું, પરંતુ મહેશ સવાણીએ રાજીનામું આપી દેતા સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ મન ફાવે તેવા બાંધકામના ઓપન પ્લોટ કરી શક્યા નથી. એટલું જ નહીં આટલા સમયથી પાર્ટી સાથે જોડાયા પછી પણ તેમને કોઈ મહત્ત્વના હોદ્દાઓ આપવામાં આવ્યા નહોતા.