સુરતશહેરમાં મેઘરાજા ફરી એક વાર મહેરબાન થયા છે. અહીં છેલ્લા 2 દિવસથી અવિરત્ વરસાદ (Heavy Rain in Surat) પડી રહ્યો છે. અહીં 36 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ પડતા શહેરમાં અનેક રસ્તાઓ તેમ જ નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. તો અવિરત્ થતા વરસાદના કારણે જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા (Surat motorists in trouble) હતા. જ્યારે સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં શ્રમિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી શહેરના રાંદેર, અડાજણ, ઉધના, સચિન, લિંબાયત સહિતના નીચાણવાળા વિસ્તારમાં (Heavy Rain in Surat) વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિકજામની પણ સમસ્યા (Traffic jam problem in Surat) થઈ રહી છે. સુરતમાં સવારથી જ પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચોડેમ ઓવરફ્લૉ થતાં જોવા મળ્યો રમણીય નજારો
4 ઈંચ વરસાદ ખાબક્યો હવામાન વિભાગે કરેલી આગાહી (Meteorological department forecast) મુજબ, છેલ્લા 2 દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘમેહેર જોવા મળી રહી છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. તો છેલ્લા 36 કલાકમાં 97 મિમી એટલે 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરતના ઉધના ગરનાળા પાસેની સ્થિતિ પણ માટે દયનીય થઈ છે. આશરે એક ફૂટ જેટલો વરસાદી પાણી ભરાતા અવરજવર માટે લોકોને હેરાનગતિ (Surat motorists in trouble) થઈ રહી છે.
આ પણ વાંચોRain in Arvalli મેશ્વો જળાશય 80 ટકા ભરાતાં એલર્ટ સ્ટેજ જાહેર
ઉમરપાડામાં વરસાદે જાણે તબાહી મચાવીહવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) ફરી એક વખત સાચી ફરતા શહેર અને જિલ્લામાં 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને પલસાણા, બારડોલી, માંડવી, મહુવા અને ઉમરપાડામાં વરસાદે જાણે તબાહી મચાવી છે. 14 ઓગસ્ટની રાતથી 36 કલાકથી સુરત જિલ્લામાં સરેરાશ સાડા પાંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉકાઈ ડેમમાંથી 1.61 લાખ ક્યૂસેક આવક સામે 1.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ડેમની સપાટી 335.40 ફૂટ નોંધાઈ છે.