- સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ફરી નદીનાળા જીવંત થયા
- મુજલાવ થી બારડોલી જોડતો વાવ્યા ખાડી પરનો લો લેવલની બ્રિજ થયો પાણીમાં ગરકાવ
- બ્રિજ બંધ થતાં વાહન ચાલકો અટવાયા
સુરત: ભારે વરસાદને લઈને સુરત જિલ્લામાં ફરી નદીનાળાઓ જીવંત થયા છે. મુજલાવથી બારડોલીને જોડતો વાવ્યા ખાડીનો લો લેવલનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે વાહનચાલકો પરેશાન થયા હતા.
મુજલાવથી બારડોલીની જોડતો લો લેવલનો બ્રિજ થયો પાણીમાં ગરકાવ આ પણ વાંચો: ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, ચારેય નદીઓ ગાંડીતુર બની, અનેક ગામો સંપર્ક વિહોણા
બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા એકબીજા ગામોનો સંપર્ક તૂટ્યો
સુરત જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી સમગ્ર મેઘમય થતા જિલ્લાના નદીનાળા ફરી જીવંત થયા હતા. જિલ્લામાં ઘણી જગ્યાઓ પર નદીઓ-ખાડીઓના લો લેવલના બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા એકબીજા ગામોનો સંપર્ક તૂટ્યો હતો. તેમજ વાહનચાલકો અટવાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ વાવ્યા ખાડીમાં ભારે પાણીની આવક થતા મુજલાવથી બારડોલીને જોડતો લો લેવલનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા વાહનચાલકો અટવાયા હતા અને વાહનચાલકોને 10 થી વધુ કિલોમીટરનો લાંબો ફેરાવો થયો હતો.
આ પણ વાંચો:ડાંગ જિલ્લામાં વરસાદના પગલે ચારેય નદીઓ બન્ને કાંઠે, ગીરાધોધ સક્રિય બન્યો