સુરત : સુરતના ડીંડોલીમાં લૂંટનો બનાવ (loot in Surat )બન્યો હતો. કરાડવા રોડ પર આવેલી જવેલર્સની દુકાનમાં મહિલા સાથે ઝપાઝપી કરી ત્રણ ઈસમો 1.37 લાખની કિમતનું મંગળસૂત્રની લૂંટ કરી ફરાર (Surat Crime News) થઇ ગયા હતા. જોકે મહિલા કર્મચારીની સતર્કતાના કારણે મોટી લૂંટ થઈ નહોતી.આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ (CCTV Footage of Loot ) થઇ જવા પામી હતી. બીજી તરફ ગણતરીના કલાકોમાં પોલીસે ( Surat Dindoli Police ) એક કિશોર અને બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ રીતે બની ઘટના -સુરતના ડીંડોલી સ્થિત કરાડવા રોડ પર કોઠારી જવેલર્સ આવેલું છે. બપોરના સમયે આ દુકાનમાં જયોતિબેન જૈન બેઠા હતાં આ દરમ્યાન ત્રણ ઈસમો દુકાનમાં આવ્યા હતાં અને ત્રણેય ઈસમોએ ચાંદીની કપલ રીંગ બતાવવાનું કહ્યું હતું. જેથી જ્યોતિબેન તેઓને રીંગ બતાવતા હતા. અડધો કલાક સુધી ત્રણેય ઈસમોએ ખરીદી કરવાનું નાટક કર્યું હતું. આ દરમ્યાન ત્રણ પૈકીના એક ઇસમ અચાનક કાઉન્ટરની અંદર કુદીને જ્યોતિબેનનું મોઢું દબાવી દીધું હતું જેથી જ્યોતિબેને તેના હાથ પર જોરથી બટકું ભરી લીધું હતું. તે જ સમયે બીજા ઇસમેં કાઉન્ટર કુદીને મહિલાને ચપ્પુ બતાવ્યું હતું અને મોઢું અને આંખ દબાવી દીધી હતી. જો કે મહિલાએ પ્રતિકાર કરતા ધક્કો માર્યો હતો. જેથી યુવકના હાથમાંથી ચપ્પુ પડી ગયું હતું. આ દરમ્યાન જ્યોતિબેને સિક્યુરીટી સાયરન વગાડ્યું હતું. જેથી ત્રણેય ઈસમો દુકાનની અંદર રાખેલા ડિસ્પ્લેમાંથી 1.37 લાખની કિમતનું મંગળસૂત્ર લૂંટી (loot in Surat )મોપેડ પર ફરાર થઇ ગયા હતાં. આ બનાવની જાણ પોલીસને ( Surat Dindoli Police )કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
લૂંટ કરેલું મંગળસૂત્ર તેમજ એક મોપેડ અને ચપ્પુ કબજે -આ સમગ્ર ઘટના (loot in Surat )ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ (CCTV Footage of Loot ) પણ થઇ જવા પામી હતી. આ બનાવમાં પોલીસે ( Surat Dindoli Police )ટીમ બનાવી તપાસ કરી હતી અને ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર એક કિશોર તથા ગોડાદરા ખાતે રહેતા રોહન સુરેશભાઈ ખટીક અને જયદીપ યજ્ઞનેશ્વ્રર નીકુંમ્ભેને ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેઓની પાસેથી લૂંટ કરેલું મંગળસૂત્ર (Surat Crime News) તેમજ એક મોપેડ અને ચપ્પુ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.