- કર્મચારીને બંધક બનાવી 6.75 લાખના દાગીના લૂંટી ગયા
- હેલી સવારે દુકાન ખોલતાની સાથે લૂંટારુંઓ ત્રાટકયા
- માસ્ક પહેરીને આવ્યા હતાં લૂંટારું
બારડોલી : પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે સરદાર કોમ્પ્લેક્સમાં આવેલી SG જ્વેલર્સમાં મંગળવારના રોજ સવારે 8.00થી 8.30 વાગ્યાની આસપાસ જ્વેલર્સમાં કામ કરતો કર્મચારી વનરાજભાઈ દુકાન ખોલી દુકાનની સફાઈ કરી રહ્યો હતો. ત્યારે માસ્ક પહેરીને એક અજાણ્યો વ્યક્તિ દુકાનમાં પ્રવેશ્યો હતો અને લૂઝ જોઈએ છે તેમ જણાવ્યું હતું. જો કે આ સમયે વનરાજે કહ્યું હતું કે એક કલાક પછી આવજો, મારા શેઠ આવ્યાં નથી. આ પ્રકારની ચર્ચા કરી રહ્યાં હતાં. તે દરમ્યાન માસ્ક પહેરીને અન્ય ત્રણ લૂંટારુઓ દુકાનમાં પ્રવેશ્યાં હતાં અને દોરી વડે વનરાજને બંધક બનાવી મોઢામાં કપડાંનો ડૂચો મારી દીધો હતો. હથોડી કે પેચ્યાં જેવા સાધનથી વનરાજને બાનમાં રાખી આ લૂંટારુઓએ દસ મિનિટ જેટલા સમયમાં દુકાનમાંથી સોનાચાંદીના દાગીના જેની અંદાજિત કિમત 6.75 લાખ રૂપિયાની Loot ચલાવી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતાં
લૂંટારાઓ નાસી ગયાં બાદ વનરાજે પોતે જ પ્રયત્ન કરી હાથમાં બાંધેલી દોરી છોડી નાખી હતી અને જ્વેલર્સમાં Loot થઈ હોવાની જાણ કરતાં માલિકો પણ સ્થળ પર દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ પોલીસને કરતાં કડોદરા GIDCના ઇન્ચાર્જ પી.આઈ. કે.જે.ધડુક તેમજ LCB પી.આઈ. બી.કે. ખાચર, સુરત ડિવિઝનના ડીવાયએસપી સી.એમ.જાડેજા સહિતના પોલીસ સ્ટાફનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં હાલ પોલીસે CCTV ફૂટેજ તેમજ Loot નો ભોગ બનનાર યુવાનની પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં સાધુનું રૂપ ધારણ કરી સોનાના દાગીનાની લૂંટ કરતા બે શખ્સોની ધરપકડ