ગુજરાત

gujarat

ETV Bharat / city

રેમડેસીવીર ઈન્જેકશન મેળવવા માટે ભાજપ કાર્યાલય બહાર લોકોની લાંબી કતારો

રેમડેસીવીર ઇન્જેક્શનની અછત સર્જાઈ છે. ભાજપ દ્વારા કાર્યાલય પરથી ઇન્જેક્શનની વહેંચણી કરવામાં આવી રહી છે. બીજી તરફ ઈન્જેકશન મેળવવા માટે ભાજપ કાર્યાલય બહાર સવારના 5 વાગ્યાથી લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.

By

Published : Apr 12, 2021, 1:25 PM IST

ભાજપ કાર્યાલય બહાર લોકોની લાંબી કતારો
ભાજપ કાર્યાલય બહાર લોકોની લાંબી કતારો

  • સુરતમાં દરરોજ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા
  • કોરોનાની સારવારમાં ઉપયોગી એવા રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ વધી
  • ઇન્જેકશન માટે લોકોની હોસ્પિટલો બહાર લાંબી કતારો જોવા મળી

સુરત : શહેરમાંં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. રોજના રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ વધ્યો છે. સુરતમાં કોરોનાની સારવારમાં ઉપયોગી એવા રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ વધી છે. સુરતમાં આ ઈન્જેકશન માટે લોકોની હોસ્પિટલો બહાર લાંબી કતારો જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : ભાજપના વિનામૂલ્યે ઈન્જેક્શન વિતરણ પર ઉઠ્યા સવાલો

ભાજપ કાર્યાલય બહાર લોકોની લાંબી કતારો

ભાજપ કાર્યાલય બહાર સવારના 5 વાગ્યાથી લોકો કતારમાં ઉભા રહે

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે 5 હજાર ઇન્જેક્શન ભાજપ કાર્યાલય પરથી આપવાની જાહેરાત કરી દીધી છે. જેને લઈને છેલ્લા બે દિવસથી ભાજપ કાર્યાલય બહાર લોકોની લાંબી કતારો જોવા મળી છે. ત્રીજા દિવસે પણ લોકોની આ લાંબી કતારો જોવા મળી હતી. પોતાના સ્વજનો માટે ઇન્જેક્શન મેળવવા ભાજપ કાર્યાલય બહાર સવારના 5 વાગ્યાથી લોકો કતારમાં ઉભા થઇ જાય છે અને ઇન્જેક્શન વહેંચણીની રાહ જોતા નજરે ચડે છે.

આ પણ વાંચો : વડોદરામાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારીનું કૌભાંડ ઝડપાયું


ઇન્જેક્શનના સવાલોને લઈને રાજકારણ પણ ગરમાયું


ભાજપ દ્વારા કાર્યાલય પરથી ઇન્જેક્શન વહેચણી કરતા અને આટલા ઇન્જેક્શન તેઓની પાસે આવ્યા ક્યાંથી જેવા સવાલોને લઈને રાજકારણ પણ ગરમાયું છે. આ બધા વચ્ચે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ના છૂટકે લોકોને સવારના 5 વાગ્યાથી લાઈનમાં ઉભું રહેવું પડે છે અને અફરાતફરી ન સર્જાઈ તે માટે અહીં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવો પડી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details