- કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં ઈન્જેક્શન મળતું નથી
- પ્રાઈવેટ હોસ્પિટલનો સ્ટાફ લાઈનમાં ઉભો રહી ઈન્જેક્શન લાવશે
- રાત્રે 12 વાગ્યાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાંબી લાઇનો
સુરત:શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસો વચ્ચે સૌથી વધુ અછત રેમડેસીવીર ઇન્જેક્શનની છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કોવિડના દર્દીઓ માટે ઈન્જેકશન પ્રાઇવેટ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. જેથી દર્દીઓના પરિજનો સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાંબી લાઇનમાં ઉભા છે. છેલ્લા એક અઠવાડિયાથી લાંબી લાઈન જોવા મળી રહી છે તેમ છતાં અત્યાર સુધી સ્થિતિ સામાન્ય થઈ નથી અત્યારે સુધી સુરત જિલ્લા કલેકટર દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે 13 હજારથી વધુ ઈન્જેક્શન આપવામાં આવ્યા છે.
રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા લાંબી લાઈન આ પણ વાંચો:સુરતમાં નિઃશુલ્ક રેમડેસીવીર લેવા માટે ભાજપ કાર્યાલય પર લોકોની લાંબી લાઇન
પરિવારના સભ્યો તડકામાં લાઈનમાં ઉભા રહે છે
સુરતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે. દરરોજ 1300થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં આમ તો રેમડેસીવીર ઉપલબ્ધ છે, પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિજનો આ ઈન્જેક્શન મેળવવા વલખા મારી રહ્યા છે. રાત્રે 12 વાગ્યાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાંબી લાઇનો લાગી જતી હોય છે. પોતાના દર્દીઓને ઇન્જેક્શન મળી રહે તે માટે પરિવારના સભ્યો તડકામાં લાઈનમાં ઉભા રહે છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ અનેક લોકોને ઇન્જેક્શન મળતું નથી.
આ પણ વાંચો:સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટ માટેની લાંબી લાઇન જોવા મળી
આદેશનું થઈ રહ્યું છે ઉલ્લંઘન
સુરત જિલ્લા કલેકટર દ્વારા જાહેરાત કરાઈ હતી કે, પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઇન્જેક્શન નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળી રહેશે. પરંતુ આ ઇન્જેક્શન લેવા માટે દર્દીના પરિજનો નહીં પરંતુ હોસ્પિટલના સ્ટાફ નવી સિવિલ આવશે પરંતુ તેના વિપરીત આદેશનું ઉલ્લંઘન કરી હોસ્પિટલના સ્ટાફના લોકો નહીં પરંતુ કોવિડ દર્દીઓના પરિજનો ઇન્જેક્શન લેવા માટે આવી રહ્યા છે જેથી લાઈનમાં ઉભા લોકોથી પણ સંક્રમણ વધી શકે તેને નકારી શકાય નહીં.