- સુરત ભાજપે 12 કરોડપતિને આપી ટિકિટ
- કોંગ્રેસે 7 કરોડપતિને આપી ટિકિટ
- બન્ને પક્ષમાંથી 53 ઉમેદવારનો માધ્યમિક સુધી અભ્યાસ
સુરતઃ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારો પૈકી અનેક કરોડપતિ છે, જ્યારે કેટલાક ઉમેદવાર સ્નાતક પણ નથી. ભાજપના ઉમેદવારો માટે સૌથી ધનાઢ્ય એવા ક્રેડાઇના સેક્રેટરી અને બિલ્ડર દીપેન દેસાઈ છે. જેમણે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. બીજી બાજુ સંજય દલાલ કરોડપતિ હોવા છતાં ધોરણ 8 પાસ છે. આ સાથે જ 22 વાહનો ધરાવનારા પટેલે ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે.
અજીત પટેલ અને તેમના પરિવાર પાસે 22 વાહનો
ભાજપમાં દીપેન દેસાઈ 20 કરોડ, પરેશ પટેલ 9 કરોડ, રાજન પટેલ 1.22 કરોડ, સંજય દલાલ 4 કરોડ, કિશોર માયાની 1.10 કરોડ અને અજીત પટેલે 2.93 કરોડ પોતાની સંપત્તિ જણાવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે અજીત પટેલ અને તેમનો પરિવાર 22 વાહનો ધરાવે છે. આ સાથે જ 3 કરોડની સંપત્તિ તેમણે પોતાના એફિડેવિટમાં બતાવી છે, પરંતુ તેમણે માત્ર ધોરણ 9 સુધી જ અભ્યાસ કર્યો છે. ભાજપની જેમ કોંગ્રેસમાં પણ કેટલાક ઉમેદવારો કરોડપતિ છે. જેમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશનો પ્રતિનિધિત્વ સુરતમાં કરનારા ધનસુખ પટેલ 12.55 કરોડ, ડી.પી વેકરીયા 4 કરોડ, ગિરીશ પટેલ 2 કરોડ અને દિનેશ કાછડીયાએ પોતાની સંપત્તિ 1.50 કરોડ બતાવી છે. ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં બન્ને મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. એમાંથી કોણ ચૂંટાઈને સુરત મનપા સામાન્ય સભા હોલમાં બેસે તે તો સમય જ કહેશે, પરંતુ આ બન્ને પક્ષે ટિકિટની ફાળવણી ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતને કેટલી ધ્યાને લીધી છે તે બાબત ઘણી રસપ્રદ છે.
120 નગરસેવકોની સ્પર્ધામાં 65 ઉમેદવારો 10 પાસ પણ નથી