ગુજરાત

gujarat

ETV Bharat / city

Life Imprisonment for Rape and Murder Convicts 2021 : આજીવન કેદની સજા થતાં જ દુષ્કર્મના દોષિતે જજ સામે ચંપલ ફેક્યાં - Slipper throwing incident 2021

સુરત કોર્ટના જજ તરફ દુષ્કર્મના દોષિતે ચંપલ ફેંક્યાં હતાં. 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર દોષિતને સજા સંભળાવવામાં આવી કે તેને આજીવન કેદ થઈ છે ત્યારે તેણે જજ તરફ (Life Imprisonment for Rape and Murder Convicts 2021) ચંપલો ફેકી હતી.

Life Imprisonment for Rape and Murder Convicts 2021 : આજીવન કેદની સજા થતાં જ દુષ્કર્મના દોષિતે જજ સામે ચંપલ ફેક્યાં
Life Imprisonment for Rape and Murder Convicts 2021 : આજીવન કેદની સજા થતાં જ દુષ્કર્મના દોષિતે જજ સામે ચંપલ ફેક્યાં

By

Published : Dec 29, 2021, 3:39 PM IST

સુરત : હજીરા વિસ્તારમાં 20 એપ્રિલના રોજ પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ અને હત્યા (Hajira Rape with Murder Case 2021) કરનાર આરોપીને સેશન કોર્ટ (Sessions Court of Surat) દ્વારા આજે અંતિમ શ્વાસ સુધી જેલની સજા (Life Imprisonment for Rape and Murder Convicts 2021) ફટકારી છે. આજીવન કેદની સજા સાંભળતા જ આરોપી ગુસ્સે થઈ ગયો અને પોતાના બંને ચંપલ કાઢીને જજ તરફ ફેકી (Slipper throwing incident 2021) હતી. બન્ને ચંપલ વિટનેસ બોક્સ અને વકીલો પાસે પડી હતી. આરોપી ગુસ્સે થઇને કહેવા લાગ્યો કે તે નિર્દોષ છે અને ફરી તપાસ થવી જોઇએ.

Life Imprisonment for Rape and Murder Convicts 2021 : આજીવન કેદની સજા થતાં જ દુષ્કર્મના દોષિતે જજ સામે ચંપલ ફેક્યાં

હજીરામાં બની હતી દુષ્કર્મ ઘટના

સુરતના હજીરા વિસ્તારમાં 20 એપ્રિલના રોજ પાંચ વર્ષની બાળકી ઉપર આરોપી દ્વારા દુષ્કર્મ કરી તેની હત્યા (Hajira Rape with Murder Case 2021) કરવામાં આવી હતી. તે મામલે સુરત સેશન કોર્ટ દ્વારા આરોપી સુજીત સંકેતને દોષી ઠરાવ કરવામાં આવ્યો હતો. આજે આ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો (Life Imprisonment for Rape and Murder Convicts 2021) આપવામાં આવ્યો હતો. જજ પી.એસ. કાળાએ આરોપીને છેલ્લા શ્વાસ સુધી જેલની સજા ફટકારી હતી. સજા સાંભળતા જ આરોપી લાલધૂમ થઈ ગયો હતો. ગુસ્સે ભરાયેલા આરોપીએ જજ તરફ પોતાની બન્ને ચંપલ (Slipper throwing incident 2021) કાઢીને ફેંકી હતી. ચપ્પલ જજના ડેક્સ પર લાગેલા કાચ કવરથી ટકરાઇ વિટનેસ બોક્સ પાસે પડી હતી જ્યારે બીજી ચંપલ વકીલો પાસે પડી હતી. આરોપી ગુસ્સે ભરાઈ કહી રહ્યો હતો કે તે નિર્દોષ છે અને આની તપાસ ફરી થવી જોઈએ.

પીડિતને 20 લાખનું વળતર ચૂકવાશે

સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે આરોપી સુજીતને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારવામાં (Life Imprisonment for Rape and Murder Convicts 2021) આવી છે. પીડિતના પરિવારને 20 લાખના વળતર આપવામાં આવશે. લાસ્ટ સીન ટુગેધર ડી.એન.એ ટેસ્ટ રિપોર્ટ સહિતના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરાયાં હતાં આરોપીના મોબાઇલમાંથી અશ્લીલ વિડિયો સહિત એનિમલ પોર્ન વીડિયો મળી આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ Hajira Rape with Murder Case 2021 : 5 વર્ષની બાળકીની દુષ્કર્મ અને હત્યામાં આરોપી દોષિત જાહેર, સજા 29મીએ જાહેર થશે

આ કેસમાં રામચરિત માનસનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું

સુરતમાં એડિશનલ જજ પી.એસ.કલાએ હજીરા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ અને હત્યા (Hajira Rape with Murder Case 2021) મામલે આરોપી સુજીતને દોષિત ઠરાવ કરવામાં આવ્યો છે. તેને ઇન્ડિયન પીનલ કોડના હિસાબે કલમ 302, 376-AB, 363, 366 પોક્સો એક્ટ અને 354 એક્ટ મુજબ આરોપીને દોષી ઠરાવ કરવામાં (Life Imprisonment for Rape and Murder Convicts 2021) આવ્યો હતો. દોષી ઠરાવ બાદ બંને પક્ષોની દલીલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. સરકારી વકીલ તરફથી આરોપીને વધુમાં વધુ ફાંસીની સજા થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ કેસમાં 26 જેટલા સાક્ષીઓ હતા તે ઉપરાંત DNA એવિડન્સ, પંચોની ગવાહી હતી. સરકારી વકીલ દ્વારા રામચરિત માનસનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, નામદાર કોર્ટને મેં કહ્યું છે કે સમાજમાં જો શાંતિ જોઈએ તો એમાં સારી વાતો તો થવી જ જોઈયે પરંતુ એ વાત સારી હોય એનો લોકોમાં કાનુન ડર પણ રહેવો જોઈએ અને રામચરિતમાનસમાં પણ આ રીતે લખવામાં આવ્યું છે ડર વગર પ્રીત હોતી નથી. જો લોકોમાં કાનૂનનો ડર હશે તો જે સમાજે સિસ્ટમ બનાવી છે એ બની રહેશે.

આ પણ વાંચોઃ Historic Judgement by Surat Court: પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા મામલે સૌથી ઝડપી ફાંસીની સજા

શું હતી ઘટના

સુરતના હજીરા ખાતે ગત 20 એપ્રિલ 2021ના રોજ એક પાંચ વર્ષની બાળકીને (Hajira Rape with Murder Case 2021) આરોપી સુજીત સાથે તે બાળકીને ચોકલેટ આપવાના બહાને લઈ ગયો હતો અને તેની ઉપર દુષ્કર્મ કરી તેની હત્યા કરી નાખી હતી. આ મામલે બાળકીના માતાપિતાએ પોલીસમાં બાળકી ગુમની ફરિયાદ આપતાં પોલીસે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. ત્યાર બાદ બાળકીની ડેડબોડી મળી આવી હતી. પોલીસ તે સમય દરમિયાન બાળકીની બોડી કબ્જે લઇ પોસ્ટમોર્ટમમાં મોકલી હતી. જ્યાં રીપોર્ટમાં દુષ્કર્મ અને હત્યા બહાર આવતા પોલીસે આ બાબતે ગુન્હો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. થોડા દિવસ બાદ જ પોલીસે આરોપીની ધરપકડ કરી 45 દિવસની અંદર કોર્ટમાં ચાર્જશીટ સબમીટ કર્યું હતું. એમાં અલગ અલગ 26 સાક્ષીઓની તપાસ કોર્ટમાં કરવામાં આવી. 53 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ (Life Imprisonment for Rape and Murder Convicts 2021) કરવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details