- 100માંથી 3 લોકો બ્રેન એન્યુરિઝમ રોગ જોવા મળે છે
- મગજના એન્યુરિઝમ માટે 'કોન્ટૂર ડિવાઇસ પ્લેસમેન્ટ'ની સફળ સર્જરી
- શરીરની રક્ત વાહિનીઓ મારફત ઇમેજ-ગાઇડેડ પ્રોસિજર કરવામાં આવે છે
સુરત: પ્રથમ આઇઆર સ્પેશિયાલીસ્ટ છે જેમણે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં મગજની એન્યુરિઝમ માટે 'કોન્ટૂર ડિવાઇસ પ્લેસમેન્ટ' સફળતાપૂર્વક કર્યું છે. ડો. જેની ગાંધીએ સુરત ખાતે મગજની એન્યુરિઝમ અને ડ્યુરલ AVF અને બ્રેઇન AVM ના એમ્બોલિઝેશનની સૌથી વધુ સફળ ફ્લોડાયવર્ટર પ્રોસિજર કરી છે.
દર્દીને ખુબ ઝડપથી રિકવરી આવે છે
ડો.જેની ગાંધી સુરતમાં નવી મેડિકલ સુપર-સ્પેશિયાલિટીના ડોક્ટર છે. તેઓએ જણાવ્યું હતું કે,આ સુપર-સ્પેશિયાલિટીમાં શરીરની રક્ત વાહિનીઓ મારફતે ઇમેજ-ગાઇડેડ પ્રોસિજર કરવામાં આવે છે, જેમાં શરીરની રક્ત વાહિનીઓ મારફતે કોઈપણ ઓપન સર્જરી વગર શરીરની સરળ તેમજ જટિલ વાસ્ક્યુલર સમસ્યાઓની સારવાર કરી શકીએ છે. બધી પ્રોસિજર પિન-હોલ દ્વારા ચામડી પર કોઈપણ ચીરા વગર કરવામાં આવે છે તથા દર્દીને ખુબ ઝડપથી રિકવરી આવે છે અને મોટાભાગના દર્દીઓને સામાન્ય રીતે 2થી 3 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે.
જાણો શુ છે 'બ્રેન એન્યુરિઝમ' શુ છે 'બ્રેન એન્યુરિઝમ'
- મગજમાં લોહીની નળીનો ફુગ્ગો (બ્રેન એન્યુરિઝમ ).
- 100માંથી 2થી 3 લોકોને થાય છે.
- આ ફુગ્ગો ફાટવાથી બ્રેન હેમરેજ થાય છે.
લક્ષણ:
- ફુગ્ગાની સાઈઝ મોટી હોય તો માથું દુખવું, ચક્કર આવવા, બ્લીડીંગ થાય.
- વર્ષોથી માથાને ચીરીને વાઢ-કાપ વાળું ઓપરેશન થતું હતું.
- છેલ્લા બે વર્ષથી નવી ટેક્નિકથી વાઢ-કાપ કે માથું ખોલ્યા વિના, ટાકા કે ચીરા વિના મગજના લોહીની નળીના ફુગ્ગાનું ઓપરેશન (ઇન્ટર વેન્સન રેડિયોલોજી ) -(coiling, Flow-Diverter, contour) કરવામાં આવે છે. જેનાથી પેસેન્ટને ટાકા નથી આવતા અને 2થી 3 દિવસમાં પેસેન્ટને રજા આપી દેવામાં આવે છે.
- સકસેસ રેટ ઘણા વધારે છે. પહેલા આ પ્રકારના ઓપરેશન માટે દર્દીને મુંબઈ જવું પડતું હતું. હવે આ પ્રકારની ઈન્ટરવેન્શન રેડિયોલોજીની તમામ સર્જરી સુરતની ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.
છોકરાને પેરાલિસિસનો એટેક આવ્યો
દર્શિત પટેલે જણાવ્યું હતું કે, દોઢ બે વર્ષ પહેલા મારા છોકરાને પેરાલિસિસનો એટેક આવ્યો હતો. અમને જયારે જાણ થઇ ત્યારે તેનું ડાબી બાજુનું બંધન કામ કરતા બંધ થઇ ગયું હતું અને અમે તાત્કાલિક વધુ તપાસ માટે તેને સુરત લઈને આવ્યા. ત્યારબાદ તેને ICU માં દાખલ કરવામાં આવ્યો અને અમને કહેવામાં આવ્યું કે એની ડાબી બાજુના મગજમાં નસો ફાટી ગઈ છે, તેના લીધે ડાબી બાજુ પેરાલિસીશ થઇ ગયું છે, તો સર્જરી કરવી પડશે. સુરત પેહલા અમે મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર અને વડોદરા ચારથી પાંચ જગ્યા પર રિપોર્ટ મોકલવામાં આવ્યા હતા. અમને સજેશન આપવામાં આવ્યું કે, સર્જરી કરવા માટે કોઈ મેટ્રો સિટીમાં જવું પડશે. ત્યારબાદ ડો.જેની ગાંધી પાસે તેની સર્જરી સુરતમાં જ કરાઇ હતી.
સુરતમાં 100 માંથી 3 લોકો બ્રેન એન્યુરિઝમ રોગ જોવા મળે મુંબઈ મારો રિપોર્ટ મોકલવામાં આવ્યો
રેખા મનોજ દસીજાએ જણાવ્યું હતું કે, હું શિક્ષક છું, હું 25 વર્ષથી ક્લાસ ચલાવી રહી છું અને મને 8 કલાકના સમયમાં ધીરે-ધીરે અચાનક હેડહેક થવાનું શરૂ થયું હતું. મને એમ લગતું હતું કે, બીપી વધી રહ્યું છે. કાં તો માઇગ્રેનનો પ્રોબ્લમ હોઈ શકે છે. જયારે મે ફિઝિશિયનને બતાવ્યું, ત્યારે તેમણે મારો રિપોર્ટ જોયા અને કહ્યું કે, તમને હેડહેક થાય છે તે તમને માથાના ઉપરના ભાગથી શરૂ થઇ રહ્યું છે, તેથી MRI કરાવવું પડશે. MRIના રિપોર્ટમાં આવ્યું કે મારા મગજમાં કોઈ તકલીફ છે. તેમણે મને તરત ડો.જેની ગાંધી મેડમનો સમ્પર્ક કરવાનો કહ્યું. જેની ગાંધીએ કહ્યું કે, આ એક મગજનો પ્રોબ્લમ છે. અમે મુંબઈ અને દિલ્હી રિપોર્ટ મોકલ્યા અને બધી જગ્યા પરથી એક જવાબ સર્જરી કરવી પડશે. આ અંગે ડો. જેનીએ કહ્યું કે, ક્રિટે એક સ્માર્ટ ઓપરેશન છે. જેમાં કોઈ એક નશ છે તેની સર્જરી થાય છે. તેમણે મારી સર્જરી કરી અને 48 કલાક બાદ મને ડિસ્ચાર્જ પણ કરાઇ હતી.
આ પણ વાંચો-વિશ્વ બ્રેઇન ટ્યૂમર દિવસ 2021 વિશેષઃ બ્રેઇન ટ્યૂમરના દર્દીઓએ ઝડપથી વેક્સીન લઇ લેવી જોઇએ
આ પણ વાંચો-અમુક ફેટી એસિડ્સના વપરાશમાં ફેરફાર માથાના દુખાવો 'Migraine' ની તીવ્રતા ઘટાડી શકે છે