ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના બાળાશ્રમમાં રહેતી લક્ષ્મીના ધામધૂમથી થયા લગ્ન - Gujarat news

કતારગામ ખાતે આવેલા 120 વર્ષ જુના મહાનજન અનાથ બાળાશ્રમને આજે દુલ્હનની જેમ શણગારાયું છે. જેનું કારણ એ છે કે આ મહાનજન અનાથ બાળાશ્રમ રહીને મોટી થયેલી યુવતીના લગ્ન લેવાયા છે. ચાર વર્ષની ઉંમરે અહી આવેલી લક્ષ્મી આજથી ગૃહલક્ષ્મી બની છે. તેનું કન્યાદાન ટ્રસ્ટીઓએ કર્યું હતું. તેમજ સ્ટાફ અને કેટલીક બાળાઓ પિયરીયા બન્યા હતા.

કતારગામ
કતારગામ

By

Published : Jan 21, 2021, 9:47 PM IST

  • કતારગામમાં અનાથ બાળાના લગ્ન થયા
  • કતારગામમાં 120 વર્ષ જુના મહાનજન અનાથ બાળાશ્રમ આવેલું છે
  • લક્ષ્મી સ્પોર્ટસ અને યોગામાં ઘણી હોશિયાર છે
    સુરતના બાળાશ્રમમાં રહેતી લક્ષ્મીના ધામધૂમથી લગ્ન થયા

સુરત: જિલ્લાના કતારગામમાં 120 વર્ષ જુના મહાનજન અનાથ બાળાશ્રમ આવેલું છે. આજે અહી રહેતા બાળકો, સ્ટાફ અને ટ્રસ્ટીઓમાં ખુશીનો માહોલ છે. 120 વર્ષમાં પહેલીવાર તેને શણગારવામાં આવ્યું છે. અહી શેહનાઈ ગુંજી છે અને તમામ લોકોના ચહેરાઓ પર ખુશી છે. જેનું કારણ છે કે અહી રહેતી એક દીકરીના લગ્ન છે. લક્ષ્મીના, એ લક્ષ્મી કે જે અઢાર વર્ષ પહેલાં લંબે હનુમાન રોડ પરની મળી આવી હતી અને તેને અહી લાવવામાં આવી હતી. આ દીકરીને લક્ષ્મી નામ આપવામાં આવ્યું હતું. લક્ષ્મી અહી જ મોટી થઇ અને અહી જ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો હતો. લક્ષ્મી સ્પોર્ટસ અને યોગામાં ઘણી હોશિયાર છે. કરાટેમાં બ્લેક બેલ્ટ સુધી તે પહોંચી છે, અને લક્ષ્મી 18 વર્ષની થતા જ તેના આજે લગ્ન ધામધૂમથી કરાવવામાં આવ્યા છે. લક્ષ્મીના લગ્ન થતા જ મહાનજન અનાથ બાળાશ્રમને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. લક્ષ્મીને કોઈ પણ વાતની કમી ન રહે તે માટે ટ્રસ્ટીઓ સંપૂર્ણ તકેદારી રાખી હતી અને તેના લગ્નમાં કન્યાદાન ટ્રસ્ટીઓએ કર્યું હતું. સ્ટાફ અને બાળાઓ પિયરીયા બન્યા હતા.

કશ્યપ મેહતા સંગીતના ક્લાસ ચલાવે છે

લક્ષ્મીના લગ્ન અડાજણના કશ્યપ મહેતા સાથે થયા છે જે સંગીતના ક્લાસ ચલાવે છે. આજે લક્ષ્મી તેઓના ઘરની લક્ષ્મી બની છે. કશ્યપના પિતા મેહુલભાઈ મહેતા, તેમણે પણ ઉચ્ચ અભ્યાસ કર્યો છે અને સ્પોકન ઈંગ્લીશ ક્લાસ ચલાવે છે. તેના પિતા આ બાળાશ્રમમાં સેવા કરતા હતા. ત્યારે તેમણે લક્ષ્મીને જોઈ હતી અને તેના દીકરાના લગ્ન માટે ટ્રસ્ટીઓ અને લક્ષ્મીને વાત કરી હતી. આખરે બંનેના મનમેળ થતા આજે ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો. સામાન્ય પરિવારમાં જેમ લગ્ન થાય છે તેમ જ ધામધૂમથી લક્ષ્મીના લગ્ન કરવામાં આવ્યા હતા. મહેંદીથી લઈને વિદાય સુધીની તમામ રસમ રીત રીવાજ મુજબ પૂર્ણ કરવામાં આવી હતી.

દીકરીની જેમ આપી વિદાય

બાળાશ્રમના ટ્રસ્ટીઓઓએ લક્ષ્મીને માતા-પિતાની કમી મહેસુસ ન થાય તે માટે પોતાની જ દીકરીની જેમ વિદાય કરી હતી, અને તમામ કરિયાવરનો સમાન પણ આપ્યો હતો. લક્ષ્મીના આ અનોખા લગ્નમાં મોટી સંખ્યામાં મહેમાનો પણ હાજર રહ્યા હતા અને ધામધૂમથી લક્ષ્મીના લગ્ન થયા હતા.

ચાર વર્ષની ઉંમરે અહી આવેલી

કતારગામ મહાજન અનાથ બાળાશ્રમના 120 વર્ષમાં આ પહેલા લગ્ન છે. તેથી કેમ્પસને લગ્ન સ્થળ તરીકે સજાવાયું છે. ચાર વર્ષની ઉંમરે અહી આવેલી લક્ષ્મી આજથી ગૃહ લક્ષ્મી બની છે. કન્યાદાન ટ્રસ્ટીઓએ કર્યું હતું. અને સ્ટાફ અને બાળાઓ પિયરીયા બન્યા હતા

ABOUT THE AUTHOR

...view details