સુરત : ઉત્તરાયણના પર્વ પર ગુજરાતમાં પીએમ મોદીની છબિવાળા 25 લાખ પતંગ ચગાવવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીના આ પહેલા ઉત્તરાયણ પર્વ પર આ પતંગના માધ્યમથી ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરના (Kite with image of PM Modi ) માધ્યમથી પ્રચાર-પ્રસાર કરવા માટે તૈયાર છે.
પ્રદેશ પ્રમુખ પાટીલે કરી જાહેરાત
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે (BJP President C R Patil) સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરવાળી પતંગ કાર્યકર્તાઓને આપવાની વાત કહી છે. વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. આ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે કમર કસી લીધી છે. આ વખતે ભાજપ સામે માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી પણ છે. ભાજપ પોતાની પીએમ મોદીની તસવીરવાળી (Kite with image of PM Modi ) પતંગના માધ્યમથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો પેચ (Gujarat Assembly Elections 2022 ) કાપવા માટે તૈયાર છે. આજ કારણ છે કે ભાજપના કાર્યકર્તાઓ ઉતરાયણ પર્વ પર ખાસ પતંગો ચગાવશે. આ 25 લાખ પતંગના માધ્યમથી તેઓ કરોડો લોકો સુધી વડાપ્રધાનની તસવીર અને તેમની ઉપલબ્ધિઓ પહોંચાડશે.