ગુજરાત

gujarat

ETV Bharat / city

વિદેશી દારૂના ગુનાની યોગ્ય તપાસ ન કરતાં કીમ PSI સસ્પેન્ડ - જિલ્લા પોલીસ અધિકારી

સુરત જિલ્લામાં પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થવાનો સિલસિલો યથાવત છે. થોડા દિવસ અગાઉ એક PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો ACBની બબાલ બાદ કામરેજ PI તથા મોટો પોલીસ સ્ટાફ ભૂગર્ભમાં છે. આવી પરિસ્થિતીમાં સુરત જિલ્લામાં વધુ એક PSIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સુરત
સુરત

By

Published : Jan 14, 2021, 8:28 PM IST

  • સુરતમાં પોલીસ અધિકારીઓનો સસ્પેન્ડ થવાનો સિલસિલો યથાવત
  • રેન્જ IG દ્વારા કરવામાં આવ્યા કીમના PSI સસ્પેન્ડ
  • રિમાન્ડ દરમ્યાન PSIએ યોગ્ય પૂછતાછ કે તપાસ ન કરી

સુરત: જિલ્લામાં રેન્જ IG દ્વારા સોંપવામાં આવેલી પ્રોહિબિશનની તપાસમાં યોગ્ય તપાસ નહીં કરતાં કીમ પોલીસ સ્ટેશનના PSI હિંમત આજરાને સસ્પેન્ડ કરી દેતા જિલ્લા પોલીસબેડામાં ફફડાટ ફેલાયો છે. સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમ્યાન અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થયા છે. એક તરફ અધિકારીઓ સસ્પેન્ડ થઈ રહ્યા છે. તો બીજી તરફ PI કક્ષાના પોલીસ સ્ટેશનો પણ PSIને હવાલે કરવા પડ્યા છે.

આરોપી ચાર દિવસના રિમાન્ડ પર હતા

સૂત્રોના જણાવ્યા અનુસાર આ તપાસમાં આરોપી ચાર દિવસના રિમાન્ડ પર હતા. આ રિમાન્ડ દરમિયાન PSIએ યોગ્ય પૂછપરછ કે તપાસ કરી નહોતી. જે બાબતે રેન્જ IG રાજકુમાર પાંડિયનને ધ્યાને આવતા તેમણે PSI આજરાને સસ્પેન્ડ કરી દીધા છે. જેને લઈ જિલ્લા પોલીસબેડામાં ફફડાટ ફેલાય ગયો છે.

ABOUT THE AUTHOR

...view details