- અલગ અલગ 40થી 50 હોસ્પિટલોની ફેક વેબસાઈટ બનાવી
- આરોપી વેસ્ટ આફ્રિકાના આઇવરી કોસ્ટનો રહેવાસી નિકળ્યો
- કિડની વેચવા નીકળેલા યુવાનને 14.78 લાખ ગુમાવવાનો વારો આવ્યો
સુરત :દેશની અલગ અલગ પ્રખ્યાત હોસ્પિટલોના નામની એક વેબસાઇટ બનાવી તેમાં કિડની વેંચવાથી 4 કરોડ રૂપિયા આપવામાં આવશે, તેવી જાહેરાત મૂકી અને RBIના નામના ફેક Email ID બનાવી લોકોને અલગ અલગ ચાર્ડ જણાવી તેમની પાસેથી રૂપિયા મેળવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને સુરત સાઇબર સેલે ઝડપી પાડ્યો છે. આરોપી વેસ્ટ આફ્રિકાના આઇવરી કોસ્ટનો રહેવાસી છે, તેની ધરપકડ બેંગ્લોર ખાતેથી કરવામાં આવી હતી. તેમણે આશરે 200થી વધુ ફેક વેબસાઇટ બનાવી છે.
આ પણ વાંચો:સોશિયલ મીડિયામાં કિડની વેચવાની યુવાને કરી જાહેરાત, 14.78 લાખ ગુમાવવાનો આવ્યો વારો
આર્થિક ભીંસમાં આવતા કિડની વેચવા નીકળ્યો યુવાન
શહેરના યુવાને આર્થિક તંગીને કારણે માનસિક તણાવમાં આવી પોતાની કિડની વેંચવાની સોશિયલ મીડિયામાં જાહેરાત કર્યા બાદ, યુવાન ઠકબાજોનો શિકાર બન્યો હતો. 4 કરોડ રૂપિયામાં કિડની વેચવા નીકળેલા યુવાનને 14.78 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર મામલે યુવાને સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. સુરતના નાનપુરાના હબીબ્શા મહોલ્લા ખાતે રહેતા અરબાઝ રાણા સાથે જે ઘટના બની છે તે અનેક યુવકો માટે ચેતવણી સમાન છે. અરબાઝ કારની લે-વેચનું કામ કરે છે, પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળમાં અને લોકડાઉનના કારણે ધંધો બરાબર નહીં ચાલતાં તે આર્થિક ભીંસમાં આવતા માનસિકતા તણાવ અનુભવી રહ્યો હતો. આ વચ્ચે બહેનના લગ્ન કર્યા હોવાથી માથે દેવું થઈ ગયું હતું. આથી તેણે પોતાની કિડની વેચવાનો વિચાર કર્યો અને ઈન્ટરનેટ પર 'સેલ ફોર કિડની ફોર મની' એવું સર્ચ કર્યું હતું.
અલગ અલગ 40થી 50 હોસ્પિટલોની ફેક વેબસાઈટ બનાવી
સુરત સાઇબર સેલે આ સમગ્રો મામલે તપાસ શરૂ કરી હતી. આરોપી દ્વારા જે વ્હોટ્સ એપ નંબર આપવામાં આવ્યો હતો તેની તપાસ શરૂ કરતાં આખરે સાયબર સેલ મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી હતી. આરોપીની ધરપકડ કર્ણાટકના બેંગલોર ખાતેથી કરવામાં આવી છે. આરોપીનું નામ ટોટી દાગો ગ્રીઓગોરી છે જે મૂળ વેસ્ટ આફ્રિકાના આઇવરી કોસ્ટનો રહેવાસી છે. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે, આરોપી વર્ષ 2007માં સ્ટૂડન્ટ વિઝા પર BSC કરવા ભારત આવ્યો હતો.