- 19મીએ ઘલુડી નજીકથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી
- પોલીસે ચાર શકમંદ સામે નોંધી હતી ફરિયાદ
- મૃતક પણ હત્યાના ગુનામાં જેલ જઈ આવ્યો હતો
બારડોલી : 19 મેના રોજ સાંજના સમયે ઘલુડીથી વેલંજા જતા રોડ પર મયુરભાઈના ખેતર પાસેથી સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ઝરામોરા વાડીમાં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના વલભીરપુર તાલુકાના મોણપર ગામના ભરતસિંહ સુરસંગભાઈ ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમની કોઈ અજાણ્યા ઈસમોએ ગળું કાપી હત્યા કરી હોવાની હકીકત સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.