- આજે ધોરણ 12નું પરિણામ જાહેર
- અનેક મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ
- સુરતનુ પરિણામ ગત વર્ષ કરતા સારૂ
સુરત : આજે (17 જુલાઈ) ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board of Secondary Education) દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12 સાયન્સના પરિણામમાં અનેક મધ્યમવર્ગીય પરિવારના બાળકો એ એ-વન ગ્રેડ મેળવ્યો છે અને અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે. સુરતના કળથીયા શ્રુત જયારે ધોરણ 5 માં હતો ત્યારે તેણે પિતાની છત્ર છાયા ગુમાવી હતી. માતાની જવાબદારી અને જીવનમાં આગળ વધવાના લક્ષ્યની સાથે તેને ધોરણ 12ની તૈયારી કરી અને 95.20 ટકા મેળવ્યા છે.
ધોરણ 5માં હતો ત્યારે ગુમાવી પિતાની છત્રછાયા
વરાછા વિસ્તારમાં રહેતા કળથીયા શ્રુત માટે આજે મહત્વનો દિવસ છે કારણકે આજે તેના ધોરણ 12નું પરિણામ આવ્યું છે. આશાદીપ શાળામાં ભણનાર કળથીયા શ્રુત આખા વર્ષ દરમિયાન આ દિવસ માટે તેને આઠથી દસ કલાક સુધીની મહેનત કરી હતી. મધ્યમ વર્ગીય પરિવારથી આવનાર કળથીયા શ્રુત જ્યારે ધોરણ 5માં હતો ત્યારે તેના પિતાની હાર્ટ એટેકથી નિધન થયું હતું. પિતા બેનર પ્રિન્ટિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
સારી કોલેજનાં એડમિશન જરૂરી
હાલ પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેનો સારા કોલેજમાં એડમિશન લેવું ખૂબ જ જરૂરી છે. બસ આજ વાતના કારણે કળથીયા શ્રુત દિવસ રાત મહેનત કરી અને ધોરણ 12 સાયન્સના પરિણામમાં 99.69 પર્સનટાઇલ સાથે 95.20 ટકા મેળવ્યા છે કળથીયા શ્રુત જણાવે છે કે પિતા નહીં હોવાના કારણે તેની જવાબદારી વધી છે. જો ઓનલાઇનની જગ્યાએ ઓફલાઈન શિક્ષણ ચાલતું હોત તો તેના કરતા પણ સારું રિઝલ્ટ લાવ્યુ શક્યો હોત. કમ્પ્યુટર એન્જિનિયર બને પોતાને માતા માટે એક સારું જીવન આપવા માંગે છે.
ધોરણ 5 માં પિતાની છત્રછાયા ગુમાવનાર કળથીયા શ્રુતે ધોરણ 12 સાયન્સમાં 99.69 પર્સનટાઇલ મેળવ્યા રત્નકલાકાર પિતાના પુત્રે મારી બાજી
મધ્યમ પરિવારથી આવનાર નસીત કીર્તને 99.88 પર્સનટાઇલ 96 ટકા મેળવ્યા છે. કીર્તન પણ આશાદીપ શાળામાં ભણે છે. તને જણાવ્યું હતું કે તેના પિતા રત્ના કલાકાર છે લોકડાઉનના કારણે તેઓ આશરે છ થી સાત મહિના સુધી બેરોજગાર હતા. પરિવારની આર્થિક સ્થિતિ બગડી ગઈ હતી ત્યારે જ તેને ધોરણ 12 સાયન્સમાં સારા પરિણામ લાવવાની પ્રેરણા મળી પરિવાર માટે કશું કરવા માટે એ ડોક્ટર બનવા ઈચ્છે છે કાર્તિકે જણાવ્યું હતું કે તે એમબીબીએસ કરી એમડી કરવા માંગે છે. ઓનલાઇન ભણતરના કારણે સમયે વધારે મળ્યું હતું. રોજે 11 થી 12 કલાક સુધી બનાર કાર્તિક પોતાના પરિણામ થી ખુશ છે.
હવે વધુ પરિશ્રમ કરવી પડશે
ધોરણ 12 સાયન્સમાં આખા ગુજરાતમાં A વન ગ્રેડ મેળવનાર 3245 વિદ્યાર્થીઓ છે જેમાંથી સુરતના 546 વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે સુરતની આશાદિપ શાળાના 137 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવી શહેરમાં મોખરે છે. શાળાના આચાર્ય મહેશભાઈ એ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષ કરતા આ વર્ષે પરિણામ ખૂબ જ સારુ છે ગયા વર્ષે માત્ર રાજ્યમાં 45 જેટલા વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો હતા આ વખતે 3245 વિદ્યાર્થીઓ આ સિદ્ધિ હાંસલ કરી છે પરંતુ વિદ્યાર્થીઓને આ પરિણામ મેળવી વધારે ખુશ થવાની જરૂર નથી જો તેઓ એન્જિનિયરિંગ માં જવા ઈચ્છતા હોય તો તેઓને ગુજકેટની તૈયારીઓ ખૂબ જ સારી રીતે કરવી પડશે અને મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા માટે તૈયાર રહેવું પડશે.