- જાનવી કોરોના જેવા કપરા કાળમાં 500થી વધુ જરૂરીયાત મંદ લોકોની સેવા કરી છે
- જાનવીએ પોતે ડોનેટ ફોર નીડી સંસ્થા બનાવી છે
- વેબસાઇટના માધ્યમથી તે લોકો પાસેથી અનાજ અને વસ્ત્ર એકત્ર કરી જરૂરીયાતમંદ સુધી પહોંચાડે છે
સુરત : 17 વર્ષિય વિધાર્થિનીએ જરૂરતમંદ લોકોની મદદ કરવા માટે એપ અને વેબસાઈટ બનાવી છે. વેબસાઇટના માધ્યમથી તે લોકો પાસેથી અનાજ અને વસ્ત્ર એકત્ર કરી જરૂરીયાતમંદ સુધી પહોંચાડે છે . કોરોના કાળમાં તેણે 500 થી વધુ લોકોની મદદ કરી છે. આટલી નાની ઉંમરમાં લોકોની સેવા કરવા માટે તત્પર છે અને આ માટે પોતે જ વેબસાઇટ ડિઝાઇન કરી છે.આ વેબસાઈટ થકી તે હજીરાના અંતરિયાળ ગામમાં રહેતા બાળકોને અનેક વિષયો પર વર્ચ્યુઅલ ભણાવે પણ છે. જાનવીએ પોતે ડોનેટ ફોર નીડી સંસ્થા બનાવી છે, જેના થકી તે જરૃરતમંદોને અનાજ-કપડા વગેરે કિટ વિતરણ કરી ચુકી છે. તેને ફ્યુચરમાં કોમ્પ્યુટર-કોડિંગ ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છા છે.
આ પણ વાંચો : જયપુરના કૃષ્ણા નાગરે ટોક્યો પેરાલિમ્પિક બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો